Loading Please Wait !!!
જુગની ગીતનો રિવિલિંગ ડ્રેસનો વીડિયો વાયરલ જેકલીનનો OOPS MOMENT વાયરલથી વિવાદ

જેકલીન ફર્નાન્ડીઝ તાજેતરમાં રિલીઝ થયેલા મ્યુઝિક વીડિયોને લઈને વિવાદમાં ઘેરાઈ છે. મ્યુઝિક વીડિયો 'જુગની' માં વોર્ડરોબ માલફંક્શનનો શોર્ટ વાયરલ થયો છે, જેને લઈ વિવાદનો મધપૂડો છેડાયો છે. સોશિયલ મીડિયા યુઝર્સે તેને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવી રહ્યા છે, જોકે, હોબાળો વધતા મેકર્સે માત્ર બ્લર ઇફેક્ટ આપીને સંતોષ માની લીધો છે. ૧૫ જુલાઈએ રિલીઝ થયેલા આ ગીતને બી પ્રાક અને સોનુ કક્કરાલે ગાયું છે. આ વીડિયોમાં જેકલીન વોર્ડરોબ માલફંક્શનનો ભોગ બની છે. આ ક્લિપનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. ગીત રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સે હોબાળો મચાવી દીધો છે.

યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકોએ આવા શોર્ટ બતાવવા બદલ જેકલીન અને મેકર્સને આડે હાથ લીધા છે અને તેને અશ્લીલતા તથા શરમજનક કૃત્ય ગણાવ્યું છે. કેટલાક નેટિઝન્સે પ્રશ્નો પૂછ્યા છે કે, જેકલીન સાથે ઘટેલી ઘટના એડિટિંગ કરતી વખતે એડિટરે કેમ ન દેખાઈ? આ 'ઊપ્સ મોમેન્ટ' મેકર્સની નજરમાં કેવી રીતે ચૂકી ગઈ? તો કેટલાક યુઝર્સનું કહેવું છે કે, ગીતને પબ્લિસિટી મળે, તે માટે જાણીજોઈને આ સીનને એડિટ કર્યા વિના ગીતમાં રાખવામાં આવ્યો છે. વિવાદને વકરતો જોઈને મેકર્સે જે સીનમાં જેકલીન 'ઊપ્સ મોમેન્ટ' નો શિકાર થઈ છે, ત્યાં બ્લર ઇફેક્ટ આપીને એડિટ કરી દીધું છે. મેકર્સે એ ડાન્સ સિક્વન્સને કટ કર્યા વિના માત્ર રિવિલિંગ પાર્ટને બ્લર કરીને સંતોષ માની લીધો છે.