અરજદાર પરેશ ગોસાઈને કહ્યું નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના 700 કરોડના ભ્રષ્ટાચારની તપાસ ACBને સોંપાઈ
ભ્રષ્ટાચારના આરોપી તપાસ એન્ટી કરપ્શન બ્યુરો સુધી પહોંચતા નવા ધડાકા-ભડાકા થવાની શક્યતા !
સિટી ન્યૂઝ | દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનાં ટ્રસ્ટીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની રજૂઆત તથા ટ્રસ્ટીઓ દ્વારા સરકારી જમીન પર કબજો કરી મંદિરનાં વહીવટ નામે 700-800 કરોડનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું આરોપ સાથે અનેક રજૂઆતો થઈ હતી જેમાં સ્રભાંતરે નવા નવા હુકમો થઈ રહ્યા છે. આ પ્રકરણમાં હવે એન્ટી કરપ્શન બ્યુરો ગાંધીનગરને તપાસ સોંપવામાં આવી હોવાનો પ્રત્યુત્તર અરજદાર પરેશભારથી કેશુભારથી ગોસાઈ લે પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એન્ટી કરપ્શન બ્યુરો ભ્રષ્ટાચાર ડામવા માટે કાર્યરત ખાસ વિભાગ છે અને સરકારી અધિકારીઓ વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવા જાણીતી છે ત્યારે નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનાં ટ્રસ્ટીઓ વિરુદ્ધ લાગેલા 700 કરોડથી વધુનાં ભ્રષ્ટાચારનાં આરોપોની તપાસનો મામલો હવે એન્ટી કરપ્શન બ્યુરો સુધી પહોંચતા આ પ્રકરણમાં ધડાકા થવાની સંભાવના જોવાઈ રહી છે.