પત્નિ પતિને મંદિર જવાનું કહી જંગલમાં લઈ જઈ પ્રેમી સાથે મળી હત્યા કરી
આંધ્રપ્રદેશની હૃદય કંપાવનારી ઘટના
લગ્ન પહેલાં જ પત્નિનું તેના ગામમાં યુવાન સાથે અફેર હતું
સિટી ન્યૂઝ | મેરઠ પવિત્ર મંદિર જવાનું બહાનું કાઢીને પત્ની પતિને જંગલ તરફ લઈ ગઈ અને ઈશારો કરીને પ્રેમી પાસે ક્રૂર હત્યા કરાવી. આ ઘટના સાથે જ બે વર્ષના લગ્નજીવનનો કરુણ અંત આવ્યો છે. આ સમગ્ર મામલો શાંતિપુરમ મંડળના બોચિનપલ્લી ગામનો છે. અહીં રહેતી હસિની (૧૯ વર્ષ)ના લગ્ન વર્ષ ૨૦૨૪માં તમિલનાડુના શુલાગિરીના રહેવાસી રમેશ (૨૩ વર્ષ) સાથે થયા હતા. આ દંપતીને એક વર્ષની દીકરી પણ છે. પોલીસના જણાવ્યા અનુસાર, લગ્ન પહેલાથી જ હસિનીના તેના વતનના વિસ્તારના સુગંધર (૨૦ વર્ષ) નામના યુવક સાથે પ્રેમ પ્રકરણ (એક્સ્ટ્રામેરિટલ અફેર) ચાલી રહ્યું હતું. પતિને રસ્તામાંથી હટાવવા માટે હસિનીએ પ્રેમી સુગંધર સાથે મળીને આ યોજના કાવતરું ઘડ્યું હતું. ૧૪ જુલાઈના રોજ હસિનીએ પતિ રમેશને ગુપ્પાલંદે મંડળના મલ્લાપ્પા કોડા સ્થિત શ્રી મલ્લેશ્વર સ્વામી મંદિર જવા માટે રાજી કર્યો. આખો પરિવાર મોટરસાયકલ પર સવાર થઈને નીકળ્યો હતો. મંદિરના રસ્તે ત્રીજા હેરિપિન બેન્ડ (તીવ્ર વળાંક) પર હસિનીએ
પતિ અને પ્રેમી પતિને જંગલમાં લઈ ગઈ પથ્થરોથી માથું કચડી મોતને ઘાટ ઉતારી દેવાયો જાણીજોઈને પોતાની હેન્ડબેગ નીચે પાડી દીધી. રમેશ મોટરસાઈકલ રોકીને બેગ ઉઠાવવા નીચે ઉતર્યો. આ તકનો લાભ લઈને ત્યાં છુપાયેલા સુગંધર અને તેના સાથીદારો બહાર આવ્યા. કરી એસેમ્બલી ઘટનાની યાદ તાજી કરાવી, પરંતુ આરોપીઓએ આશરે ૧૦૦ મીટર સુધી જંગલમાં તેનો પીછો કર્યો અને તેને પકડી લીધો.