Loading Please Wait !!!
૨૫ વર્ષ બાદ ઓસમાણ મીરની અમર રચના ફરી ધૂમ મચાવશે 'કટારી કાળજે વાગી'નો નવો અવતાર શ્રેયા ઘોષાલની ગુજરાતી ગઝલમાં પ્રથમ ડેબ્યુ

આમિર મીરના સ્વરમાં ૨૫ વર્ષ જૂની ગઝલ હવે નવા રંગરૂપમાં

સિટી ન્યૂઝ | રાજકોટ

ગુજરાતી ગઝલ જગતની અમર રચના 'કટારી કાળજે વાગી' તમારી યાદ આવે છે હવે ઐતિહાસિક વળાંક પર છે. ઓસમાણ મીરના YouTube ચેનલ પર રિલીઝ થનારી આ નવી પ્રસ્તુતિમાં બોલીવુડની સુપ્રસિદ્ધ ગાયિકા શ્રેયા ઘોષાલ પ્રથમ વખત ગુજરાતી ગઝલમાં પોતાનો સૂર રેલાવ્યો છે. તેમની સાથે ઓસમાણ મીરના પુત્ર, યુવા ગાયક આમિર મીરે પણ અવાજ આપ્યો છે.

સુપ્રસિદ્ધ લોકગાયક ઓસમાણ મીરના પુત્ર આમિર મીર હવે ગુજરાતી સંગીતમાં પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા છે. બાળપણથી જ પિતા પાસેથી સંગીતના સંસ્કાર પામેલા આમિરે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે. 'કટારી કાળજે વાગી' જેવી ઐતિહાસિક રચનામાં શ્રેયા ઘોષાલ જેવા દિગ્ગજ કલાકાર સાથે આમિરનો અવાજ ગઝલને યુવા લગાવે છે. આમિરનો મીઠો અને સુરીલો અવાજ આ ગઝલને યુવા પેઢી સાથે જોડવામાં મહત્વનો ભાગ ભજવશે. આમિર તેમના પિતા ઓસમાણ મીર સાથે ઘણા બધા આલ્બમો જેવા કે 'જિંદગી કિતની ખૂબસૂરત', 'તેરે જૈસા કોઈ મિલા નહીં', બે દદી તેરે પ્યાર મેં જેવા અનેક આલ્બમોમાં પોતાનો કંઠ આપ્યો છે. અને તે આલ્બમો ખૂબ જ પ્રચલિત છે. બોલીવુડ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીઝ ના અનેક નામી મ્યુઝિક ડાયરેક્ટર જેવા કે અમિત ત્રિવેદી જોડે મારી માવડી અને ઢોલ તેમજ સચિન જીગર સાથે ખુણે થી ખુણેથી જે ખૂબ જ લોકપ્રિય થયેલું, અને તાજેતરમાં રાહુલ મુંજારિયા સાથે ડાલી કલી આંખે વાડી એ અત્યારે ખૂબ જ વાયરલ ગીત છે, તેમજ સોની મ્યુઝિક કંપની સાથે ઘણા બધા કવર ગીતો કરેલા છે, જેમાંથી 'તું હે તો દિલ ધડકતા હૈ' ખૂબ જ વાયરલ ગીત છે. એ જ રીતે વારસોમાં તેણે પ્રિય સરેયા સાથે કચ્છી ગીત "મામી" કર્યું હતું તે પણ ખૂબ પ્રચલિત છે. તેમજ ૧૫ થી વધુ ગુજરાતી પિક્ચરો માં આમિર એ પ્લેબેક કરેલું છે. આમિર ઘણા બધા ગીત કમ્પોઝ પણ કરેલા છે જેમાં પોતે જ કંઠ આપેલો છે જેવા કે લોટા દો મેરે યાર, મુજે કુછ કહેના હૈ, પુટ હે ફના, એ જો રાત હૈ, જીયા જેવા ઘણા ગીતો છે.

આ ગઝલનો ઇતિહાસ ૨૫ વર્ષ જૂનો છે. અંજારના કવિ વિનોદ માણેક 'યાતદ' દ્વારા લખાયેલી આ રચનાને ઓસમાણ મીરે રાગ થાટેશમાં કંપોઝ કરીને સ્વરબદ્ધ કરી હતી. આ ગઝલ એટલી બધી લોકપ્રિય થઈ કે ખાલી ગુજરાત જ નહીં પણ ભારતભરના ગાયક કલાકારો તેને પોતાના કંઠે ગાઈ ચૂક્યા છે. ઘણા શ્રોતાઓ આ ગઝલને એટલી વખત સાંભળી ચૂક્યા છે કે તેઓ તેને કોઈ જૂની પરંપરાગત કે 'ટ્રેડિશનલ' રચના સમજી બેસે છે. જ્યારે હકીકતમાં તેને ઓસમાણ મીર ૨૫ વર્ષ પહેલાં જ સર્જી હતી.

શ્રેયા ઘોષાલની ગુજરાતી ગઝલમાં ડેબ્યુ અનેક ભાષાઓમાં હજારો ગીતો ગાનાર શ્રેયા ઘોષાલ માટે આ ગુજરાતી ગઝલ ક્ષેત્રે પહેલું પગલું છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા આ કલાકારનો અવાજ જ્યારે 'કટારી કાળજે વાગી' સાથે જોડાયો ત્યારે ગુજરાતી સંગીતપ્રેમીઓ માટે આ ગર્વની ક્ષણ બની ગઈ.

નવી પેટી, નવો સૂર, નવું સંગીત આ ઐતિહાસિક ગઝલને શ્રેયા ઘોષાલ અને આમિર મીરના સંયુક્ત સ્વરે પરિમાણ મળ્યું છે. આ નવા અવતારમાં સંગીતની જવાબદારી જાણીતા સંગીતકાર અતુલ રાણીંગાએ નિભાવી છે. અતુલ રાણીંગાએ ગઝલના મૂળ ભાવને અખંડ રાખીને અત્યંત સૂરિલું અને હૃદયસ્પર્શી સંગીત આપ્યું છે. તેમના સંગીત અને પ્રસ્તુતિ જૂની યાદોને તાજી કરવાની સાથે નવી પેઢીને પણ ગુજરાતી ગઝલની મીઠાશથી જોડશે.

રિલીઝની તારીખ આ ઐતિહાસિક પ્રસ્તુતિ ૧૯ જુલાઈ ૨૦૨૬ ના રોજ ઓસમાણ મીરની સત્તાવાર YouTube ચેનલ પર રિલીઝ થશે.