Loading Please Wait !!!
સ્વામિ મેડિસિન્સ & સર્જિકલ્સ હવે બન્યું સ્પેક્ટ્રાજીન

નવી ઓળખ નવું વિઝન

નામ ભલે બદલાયું પરંતુ જૂનો વિશ્વાસ, સમાન મૂલ્યો અને ઉત્કૃષ્ટ સેવાઓ પહેલાની જેમ જ અકબંધ રહેશે

ડાયગ્નોસ્ટિક ક્ષેત્રે એક નવા અધ્યાયની શરૂઆત

સિટી ન્યૂઝ | રાજકોટ

લેબોરેટરી સોલ્યુશન્સ ક્ષેત્રે વિશ્વાસપાત્ર નામ ધરાવતું 'સ્વામિ મેડિસિન્સ એન્ડ સર્જિકલ્સ' હવે પોતાની બ્રાન્ડને એક નવી અને વૈશ્વિક ઓળખ આપવા જઈ રહ્યું છે. કંપનીએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેઓ હવે 'સ્પેક્ટ્રાજીન' (SpectraGene - Powering Diagnostic Excellence) ના નવા નામ અને વધુ વ્યાપક વિઝન સાથે આગળ વધશે. આ ઐતિહાસિક બ્રાન્ડ ટ્રાન્સિશનની ઉજવણી કરવા માટે ૧૮ જુલાઈ, ૨૦૨૬ ના રોજ શનિવારે સવારે ૧૦:૦૦ વાગ્યાથી રાજકોટના ન્યુ જગન્નાથ વિસ્તારમાં આવેલા "રાધે" ખાતે એક ભવ્ય લોન્ચ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં આ નવી ઓળખનું સત્તાવાર અનાવરણ થયું હતું.

આ નવા પરિવર્તન સાથે કંપનીએ પોતાના ગ્રાહકોને ખાતરી આપી છે કે નામ ભલે બદલાયું હોય, પરંતુ તેમનો જૂનો વિશ્વાસ, સમાન મૂલ્યો અને ઉત્કૃષ્ટ સેવાઓ પહેલાની જેમ જ અકબંધ રહેશે. 'સ્પેક્ટ્રાજીન' હેઠળ હવે ગ્રાહકોને ડાયગ્નોસ્ટિક સોલ્યુશન્સની વધુ વિશાળ શ્રેણી અને અત્યાધુનિક (Innovative) ટેકનોલોજીનો લાભ મળશે. આ ઉપરાંત, કંપની દરેક તબક્કે વધુ વિશ્વસનીય સપોર્ટ અને મજબૂત ભાગીદારી પૂરી પાડવા માટે કટિબદ્ધ છે, જેથી આરોગ્ય અને નિદાન ક્ષેત્રે ગ્રાહકોને બહેતર અને ચોક્કસ પરિણામો મળી શકે. રાજકોટ ખાતે યોજનારા આ વિશેષ લોન્ચિંગ કાર્યક્રમમાં બ્રાન્ડ અનાવરણની સાથે ગ્રાહકો માટે કેટલીક આકર્ષક લોન્ચ ઓફર્સ પણ રજૂ કરવામાં આવી હતી. આ ઇવેન્ટ મેડિકલ અને ડાયગ્નોસ્ટિક ક્ષેત્રના નિષ્ણાતો અને સહકર્મીઓને એકબીજા સાથે જોડાવવા (Networking) માટેનું એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડશે.

નોંધનીય છે કે, 'સ્પેક્ટ્રાજીન' માત્ર રાજકોટ પૂરતું સીમિત ન રહેતા અમદાવાદ અને સુરતમાં પણ પોતાની મજબૂત ઉપસ્થિતિ ધરાવે છે, અને આ નવા રૂપાંતરણ સાથે તેઓ સમગ્ર ગુજરાતમાં પોતાની શ્રેષ્ઠ સેવાઓને વ્યાપ વધુ વિસ્તારવા માટે સજ્જ છે ત્યારે આ કંપનીના મોભી જેનિશ વસાનીને ઠેર-ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.