ફૂટબોલ વર્લ્ડકપ વિજેતા ટીમને કાલે મળશે 490 કરોડ
FIFA ફૂટબોલમાં પૈસાનો વરસાદ : કાલે આર્જેન્ટિના-સ્પેન વચ્ચે જંગ
ફિફાનો રેકોર્ડ : 8400 કરોડના ઇનામી રકમ વહેંચશે
સિટી ન્યૂઝ | ન્યૂયોર્ક
FIFA વર્લ્ડ કપ ૨૦૨૨ની ચેમ્પિયન આર્જેન્ટિનાને અંદાજે ૩૪૮ કરોડ (૪૨ મિલિયન ડોલર)ની પ્રાઈઝ મની મળી હતી. આ વખતે ફૂટબોલ વર્લ્ડ કપ ચેમ્પિયનને ૫૧ મિલિયન ડોલર એટલે કે લગભગ ૪૯૦ કરોડ રૂપિયા મળશે. પ્રથમ વખત વિશ્વ ચેમ્પિયનને આટલી મોટી રકમ મળશે. ફિફાએ આ વખતે ૮૭૧ મિલિયન ડોલર એટલે કે લગભગ ૮,૪૦૦ કરોડ રૂપિયાની ઇનામી રકમ વહેંચવાની જાહેરાત કરી છે. વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરનાર દરેક દેશને ઓછામાં ઓછા ૧૨.૫ મિલિયન ડોલર એટલે કે લગભગ ૧૨૦ કરોડ રૂપિયા મળશે. ફાઈનલ મેચ પહેલાં ફિફાએ જાહેરાત કરી કે વિજેતા ટીમના ખેલાડીઓને મેડલની સાથે ચેમ્પિયનશિપ રિંગ પણ આપવામાં આવશે. FIFA વર્લ્ડ કપ ૨૦૨૪માં ટોપ-૪માં પહોંચનારી ટીમોને સૌથી વધુ ઇનામી રકમ મળશે. રનરઅપ ટીમને લગભગ ૩,૨૭૩.૧૮ કરોડ (૩૩ મિલિયન ડોલર) મળશે. ત્રીજા સ્થાને રહેનારી ટીમને લગભગ ૨,૮૮૮.૧૦ કરોડ (૨૯ મિલિયન ડોલર), ચોથા સ્થાને રહેનારી ટીમને લગભગ ૨,૬૭૫.૫૬ કરોડ (૨૭ મિલિયન ડોલર)ની પુરસ્કાર રકમ આપવામાં આવશે. વર્લ્ડ કપ ૨૦૨૪ની ફાઈનલ યુરોપિયન ચેમ્પિયન સ્પેન અને વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિના વચ્ચે આવાનાર છે. સ્પેને સેમિફાઈનલમાં મજબૂત ગણાતી ફ્રાન્સની ટીમને હરાવીને ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે.
ટ્રમ્પ ફૂટબોલ ફાઈનલ જોવા પહોંચશે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ FIFA વર્લ્ડ કપ ૨૦૨૪ની ફાઈનલ જોવા ન્યૂ જર્સી પહોંચશે. વ્હાઈટ હાઉસે તેની પુષ્ટિ કરી છે. સ્પેન-આર્જેન્ટિના વચ્ચે રમાનારી ટાઈટલ મેચ પહેલાં ટ્રમ્પ ન્યૂયોર્કમાં આવેલા ટ્રમ્પ ટાવરમાં આયોજિત ફિફા સ્વાગત સમારોહમાં પણ ભાગ લેશે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે રાષ્ટ્રપતિના સમાહણ કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું કે ટ્રમ્પ શુક્રવારે ન્યૂયોર્કમાં ફિફા રિસેપ્શનમાં હાજરી આપશે. રવિવારે ન્યૂયોર્ક-ન્યૂ જર્સી ફાઈનલનો મુકાબલો જોશે. લેવિટે કહ્યું કે આ ટૂર્નામેન્ટ અમેરિકી ઈતિહાસનો સૌથી વધુ જોવાયેલો, સૌથી સુરક્ષિત અને સૌથી સફળ વર્લ્ડ કપ રહ્યો છે. તેમના મતે, આ આયોજન વિશ્વના સૌથી મોટા રમતગમતના મંચની યજમાની કરવાની અમેરિકાની ક્ષમતાનો પુરાવો છે. ફિફા પ્રમુખ જિયાની ઇન્ફન્ટિનોએ પણ પુષ્ટિ કરી છે કે તેઓ ટ્રમ્પ સાથે ફાઈનલ જોશે. બંને મળીને વિજેતા ટીમને ટ્રોફી સોંપશે. તેમણે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે વર્લ્ડ કપ ફાઈનલ પછી ટ્રમ્પ તેમની સાથે પુરસ્કાર વિતરણ સમારોહમાં હાજર રહેશે. વર્લ્ડ કપ ૨૦૨૪ની ફાઈનલ ૧૯ જુલાઈ (સ્થાનિક સમય) ના રોજ ન્યૂયોર્ક-ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રમાશે. સેમિફાઈનલમાં આર્જેન્ટિનાએ ઈંગ્લેન્ડને ૨-૧ થી હરાવીને અને સ્પેને ફ્રાન્સને ૨-૦ થી હરાવીને ટાઈટલ મુકાબલામાં સ્થાન બનાવ્યું છે.
2022માં ચેમ્પિયનને મળ્યા હતા 348 કરોડ FIFA વર્લ્ડ કપ ૨૦૨૨ની ચેમ્પિયન આર્જેન્ટિનાને ૩૪૮ કરોડ રૂપિયા (૪૨ મિલિયન ડોલર)ની પ્રાઈઝ મની મળી હતી. ફાઈનલ હારીને રનર-અપ રહેલા ફ્રાન્સને પણ ૨૪૮ કરોડ રૂપિયા મળ્યા હતા. ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી ૩૨ ટીમમાં કુલ ૩૬૦૦ કરોડ રૂપિયાથી વધુની ઇનામી રકમ વહેંચવામાં આવી હતી.
મેડલ સાથે પહેરાવવામાં આવશે ચેમ્પિયનશિપ રિંગ
-
વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર ચેમ્પિયન બનનારી ટીમના ખેલાડીઓ અને સ્ટાફને ટ્રોફી અને ગોલ્ડ મેડલની સાથે ચેમ્પિયનશિપ રિંગ પણ આપવામાં આવશે.
-
FIFAએ જણાવ્યું કે રિંગની એક બાજુ વર્લ્ડ કપની ટ્રોફી બનેલી હશે, જ્યારે બીજી બાજુ વિજેતા ટીમ અનુસાર ખાસ ડિઝાઈન તૈયાર કરવામાં આવશે. દરેક રિંગ પર અલગ નંબર હશે, તેને ખેલાડીના હિસાબે તૈયાર કરવામાં આવશે. ફિફા ઓફિશિયલ છે તેનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.
-
ફાઈનલ પછી વિજેતા ટીમના કેપ્ટન અને હેડ કોચને અસ્થાયી (ટેમ્પરરી) રિંગ આપવામાં આવશે. આ પછી આખી વિનિંગ ટીમ માટે ૩૦ રિંગ તૈયાર કરવામાં આવશે. દરેક રિંગને ખેલાડીઓ અનુસાર કસ્ટમાઈઝ કરવામાં આવશે અને પછી તેમને સોંપવામાં આવશે.
-
આવી ૨,૦૨૬ રિંગ્સ બનાવવામાં આવશે. આ લિમિટેડ એડિશન હશે. તેમાંથી ૩૦ રિંગ વર્લ્ડ ચેમ્પિયન ટીમને મળશે. બાકીની ૧,૯૯૬ રિંગ્સ ફૂટબોલ ચાહકો માટે સત્તાવાર લાઈસન્સ સાથે વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.
1958ની ફાઈનલમાં પેલેએ પહેરેલી જર્સીના 47 કરોડમાં વેંચાણી ૧૯૫૮ના ફૂટબોલ વર્લ્ડ કપની ફાઈનલમાં બ્રાઝિલના દિગ્ગજ ખેલાડી પેલે દ્વારા પહેરવામાં આવેલી નંબર ૧૦ની જર્સી હરાજી થઈ હતી જેમાં આ જર્સી ૪.૯ મિલિયન (લગભગ ૫૦ લાખ) ડોલરમાં વેચાઈ હતી. ૨૦૨૨માં અવસાન પામેલા પેલે જ્યારે ૧૭ વર્ષના હતા ત્યારે તેમણે રાઉન્ડ સ્ટેડિયમમાં યજમાન સ્વિડન સામે બ્રાઝિલની ૫-૨ની જીતમાં બે ગોલ કર્યા હતા અને તેઓ આજે પણ વર્લ્ડ કપ ફાઈનલમાં ગોલ કરનારા સૌથી યુવા ખેલાડી છે. ઓક્શનર કંપની સોથબીએ જણાવ્યું હતું કે બ્રાઝિલના સ્ટાર દ્વારા પહેરવામાં આવેલી આ જર્સી અત્યાર સુધી વેચાયેલી બીજી સૌથી મૂલ્યવાન ફૂટબોલ શર્ટ છે. ડિએગો મારોડાનાની 'હેન્ડ ઓફ ગોડ' જર્સી ૨૦૨૨માં ૯.૩ મિલિયન (૯૩ લાખ) ડોલરમાં વેચાઈ હતી. ઓક્શન હાઉસે વધુમાં જણાવ્યું હતું કે, પેલેની યાદગીરી તરીકેની અગાઉની સૌથી મૂલ્યવાન વસ્તુ ગયા મહિને ૯,૭૬,૦૦૦ ડોલરમાં વેચાયેલી ૧૯૫૮નું ટ્રેડિંગ કાર્ડ હતું. એડસન અરાન્ટેસ દો નાસિમિન્તો ઉર્ફે પેલે ફાઈનલ મેચ બાદ આ હાથથી બનાવેલી શર્ટ તેમના રૂમમેટ અને સાથી ખેલાડી, દીદાને ભેટમાં આપી હતી.