Loading Please Wait !!!
કેસમાં નવો એંગલ; પોલીસને તપાસમાં ચોંકાવનારા ફૂટેજ મળ્યા સિયા અને ચેતન ફ્રી સેક્સ ગ્રુપ ચલાવતા હતા

  • ચારથી પાંચ હોટલમાં મિત્રો સાથે રંગરેલિયા મનાવતા

સિટી ન્યૂઝ | પુણે

પુણેના બિઝનેસમેન કેતન અગ્રવાલની હત્યા કેસમાં પુણે ગ્રામીણ પોલીસ અત્યંત ઝીણવટભરી તપાસ કરી રહી છે અને એમાં રોજરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. સિયા ગોયલ અને ચેતન ચૌધરીને તેમની કસ્ટડી પૂરી થતાં જેલમાં વીડિયો-કોન્ફરન્સિંગથી હાજર કરવામાં આવ્યા હતાં. કોર્ટે તેમની જેલ-કસ્ટડી ૧૪ દિવસ લંબાવી આપી હતી. આ કેસની આરોપી અને કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતનના અન્ય ફેન્ડ્સ પણ હતા અને તેઓ ફ્રી સેક્સ-ગ્રુપ ચલાવતા હોવાની માહિતી સામે આવી છે. કેસની તપાસ કરી રહેલી પોલીસને તપાસ દરમિયાન ૪-૫ હોટલનાં એડ્રેસ મળ્યાં હતાં ત્યાં જઈને તપાસ કરતાં અને CCTV કેમેરાનાં ફૂટેજની ચકાસણી કરતાં નવી જ વસ્તુ જાણવા મળી હતી.

એક હોટલના CCTV કેમેરાનાં ફૂટેજની ચકાસણીમાં જોવા મળ્યું કે પહેલાં કેતન સિયા સાથે હોટલની એક રૂમમાં ગયો. એ પછી એક-દોઢ કલાક રહીને સિયા ત્યાંથી નીકળી ગઈ. ત્યાર બાદ ચેતન બીજો એક ફ્રેન્ડ સાથે એ જ રૂમમાં ગયો. તપાસમાં એવું જાણવા મળ્યું છે કે ચેતન અને સિયા ફ્રી સેક્સ-ગ્રુપ ચલાવતાં હતાં.

  • સિયા અને ચેતને સોપારી કિલરનો સંપર્ક કર્યો હતો સોપારી કિલરે કેતનની મારવાની ના પાડી હતી પોલીસ પાસે સોપારી કિલર સાથે કરેલી મુલાકાતના ફૂટેજ; હવે કિલર સિયા-ચેતન વિરુદ્ધ સાક્ષી બનશે

પુણેના કેતન અગ્રવાલ મર્ડર કેસમાં તપાસ દરમિયાન કેટલાક વધુ ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપી સિયા ગોયલ અને ચેતન ચૌધરીએ કેતન અગ્રવાલની હત્યા માટે એક સુપારી કિલરનો પણ સંપર્ક કર્યો હતો. પરંતુ કેતન વિશે જાણ્યા પછી સુપારી કિલર ડરી ગયો હતો અને તેણે સુપારી લેવાની ના પાડી દીધી હતી. સિયા અને ચેતને આ વ્યક્તિને પુણેની એક હોટલમાં બોલાવ્યો હતો. પોલીસે તે હોટલના સીસીટીવી ફૂટેજ પણ મેળવી લીધા છે. હવે આ જ સુપારી કિલરનું સાક્ષી તરીકે નોંધાયેલું નિવેદન સિયા અને ચેતનને આ મામલે કડક સજા અપાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. પોલીસના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન વધુ એક ખુલાસો થયો છે કે ધરપકડની આશંકાને જોતા સિયા અને ચેતને લગભગ બે કલાક લાંબા જાપાની વીડિયો જોયા હતા. આ વીડિયોમાં પોલીસ પૂછપરછ દરમિયાન શાંત રહેવું, હાવભાવ નિયંત્રિત રાખવા અને પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવા તેની માહિતી આપવામાં આવી હતી.

બંને આરોપીઓની વેબ હિસ્ટરીમાંથી આ વીડિયોની લિંક પણ મળી આવી છે. આરોપ છે કે ૧૮ જૂને સિયા અને ચેતને કેતનને પુણેના લોહગઢ કિલ્લા પરથી ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાં ધક્કો મારી દીધો હતો. કેતનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હાલ સિયા અને ચેતન ૧૯ જુલાઈ સુધી યરવડા જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. પોલીસે સિયા અને ચેતનના લગ્નની બે તસવીરો પણ મળી છે, જેની સત્યતાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે સિયા અને ચેતને વર્ષ ૨૦૨૨માં રાજસ્થાનના આબુ શ્યામ મંદિરમાં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. આ સંબંધમાં પુણે ગ્રામીણ પોલીસની ટીમ મંદિરે પહોંચી અને ત્યાંના સીસીટીવી ફૂટેજ માંગ્યા છે.