Loading Please Wait !!!
હાસ્ય પાછળનું સત્ય: 30% લાઈવ કોમેડી કપિલ શર્મા શો 70% સ્ક્રિપ્ટેડ !

 

  • કોમેડિયન કીકુ શારદાનો ખુલાસો: ઓન-ધ-સ્પોટ કોમેડી નહિવત

કોમેડિયન કીકુ શારદાએ કપિલ શર્મા શોને લઈને ઘણા મોટા ખુલાસા કર્યા છે. પ્રશ્ન પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન તેણે જણાવ્યું કે શોનો ૭૦ ટકા ભાગ સ્ક્રિપ્ટેડ હોય છે, જ્યારે ૩૦ ટકા કોમેડી ઓન-ધ-સ્પોટ કરવામાં આવે છે. કીકુના મતે, મહેમાન કલાકારો પહેલાથી જોકસ કે પંચલાઈન્સમાં આવતી નથી જેથી તેની સાચી પ્રતિક્રિયાઓ કેમેરામાં કેદ થઈ શકે. તેમણે શો દરમિયાન જોક ફ્લોપ થવા પર કપિલ શર્માની પરિસ્થિતિ સંભાળવાની રીત અને એક્ટર સલમાન ખાનના અનપ્રીડિક્ટેબલ સ્વભાવ વિશે પણ ખુલીને વાત કરી.

કીકુ શારદાએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તે જાણી જોઈને સેલિબ્રિટી મહેમાનોને પહેલાથી જોકસ, પંચલાઈન્સ કે પાત્રો વિશે જણાવતા નથી. ટીમ ઈચ્છે છે કે મહેમાનો તે પાત્રોને પહેલીવાર સ્ટેજ પર જુએ, જેથી તેમની સૌથી સાચી અને સ્વાભાવિક પ્રતિક્રિયાઓ મળી શકે. હવે શોમાં આવતા તમામ સ્ટાર્સ પણ આ ફ્લો સાથે આગળ વધે છે અને ઓન-ધ-સ્પોટ કોમેડીનો આનંદ માણે છે.