Loading Please Wait !!!
સુનિતા આહૂજાનું નિવેદન કંઈ સ્ત્રી ગાળ નથી બોલતી?

  • સ્ત્રીઓના સશક્તિકરણની નવી વ્યાખ્યા કે વિવાદ ?

બોલિવૂડના 'હિરો નંબર ૧' ગોવિંદાના પત્ની સુનિતા આહૂજા હંમેશા પોતાના સ્પષ્ટવક્તા અને બિન્દાસ અંદાજ માટે જાણીતા છે. તાજેતરમાં નેટફ્લિક્સના લોકપ્રિય રિયાલિટી શો 'લોકઅપ ૨' (Lock Upp 2) માં તેમના પ્રવેશથી ઘણી ચર્ચાઓ જાગી હતી. જોકે, શો દરમિયાન તેમની ભાષા અને ખાસ કરીને ગાળોના ઉપયોગને કારણે તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલર્સના નિશાના પર આવી ગયા હતા. રિયાલિટી શો એટલે કે જ્યાં દરેકના વ્યક્તિત્વના અલગ-અલગ પાસાઓ બહાર આવે છે. સુનિતા આહૂજા જ્યારે લોકઅપ રમાં દાખલ થયા, ત્યારે દર્શકોને તેમના તરફથી એ જ જૂની ચુલબુલી અને બિન્દાસ સુનિતાની અપેક્ષા હતી. પરંતુ, શોની અંદરના દબાણ અને સ્પર્ધત્મક વાતાવરણમાં સુનિતાનો એક અલગ જ ચહેરો જોવા મળ્યો. જ્યારે વાત તેમના આત્મસન્માન કે ઉશ્કેરણીની આવી, ત્યારે તેઓ ચૂપ ન રહ્યા અને તેમની જીભ પરથી નીકળેલા શબ્દોએ વિવાદ સર્જ્યો. લોકોએ તેમની ભાષાને લઈને સવાલ ઉઠાવ્યા અને સોશિયલ મીડિયા પર તેમને આડેહાથ લીધા.

સુનિતાનું સૌથી વિવાદસ્પદ અને ચર્ચિત નિવેદન છે: "કંઈ સ્ત્રી ગાળ નથી બોલતી?" આ સવાલ ઘણાને ઉશ્કેરણીજનક લાગી શકે, પરંતુ તેના ઊંડાણમાં જોતા સ્ત્રીઓના રોજિંદા સંઘર્ષો દેખાય છે. સમાજ સ્ત્રીઓ પાસેથી હંમેશા સંસ્કારી હોવાની અપેક્ષા રાખે છે. જ્યારે કોઈ સ્ત્રી ગુસ્સામાં ગાળ બોલે, ત્યારે તેને તરત જ બિન-સંસ્કારી કે શરબનું લેબલ લગાવી દેવામાં આવે છે. સુનિતા અહીં એ વાસ્તવિકતા પર ભાર મૂકે છે કે સ્ત્રીઓ પણ મનુષ્ય છે; તેમને પણ ગુસ્સો આવે છે, તેમને પણ દુઃખ થાય છે અને જ્યારે હદ વટાઈ જાય ત્યારે તેઓ પણ પ્રતિક્રિયા આપે છે.