Loading Please Wait !!!
આજીવન સજા છતાં નવી શરૂઆત જેલમાં થશે લગ્ન

 

કેદી મુલારામે પાડોશીની હત્યાના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યો’તો

મહિલા કેદી સીમાએ પોતાના પતિના હત્યાના દોષિત છે

સિટી ન્યૂઝ | રાજસ્થાન

રાજસ્થાનની જોધપુરની મંડૌર ઓપન જેલમાં એક અનોખા લગ્ન યોજવા જઈ રહ્યા છે. અહીં હત્યાના અલગ અલગ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા બે કેદી લગ્નના બંધને બંધાવા જઈ રહ્યા છે. આ વિવાહને રાજસ્થાન હાઈકોર્ટની મંજૂરી મળ્યા બાદ હવે જેલ પરિસરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બંને હત્યાના કેસમાં દોષિત છે અને પોત-પોતાની સજા કાપી રહ્યા છે. રહેવાસી મુલારામને તેમના પાડોશીની હત્યાના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા, તેઓ ૧૬ જાન્યુઆરી ૨૦૧૧થી આજીવન કેદની સજા કાપી રહ્યા છે અને મંડૌર ઓપન જેલમાં બંધ છે. વળી સીમા પોતાના પતિની હત્યાના મામલામાં દોષિત છે. હાલમાં તે ૪૦ દિવસની પેરોલ પર બહાર છે.

મુલારામ તરફથી રાજસ્થાન હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર ન્યાયાધીશ પુષ્પેન્દ્ર સિંહ ભાટી અને ન્યાયમૂર્તિ પ્રવીર ભટનાગરની ખંડપીઠે સુનાવણી કરી. સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યુંકે, મુલારામ અને સીમા બંને પોતાની સહમતિથી લગ્ન કરવા માંગે છે. મુલારામના વકીલ કાલુરામ ભાટીએ કોર્ટને જણાવ્યું કે, લગ્નથી બંનેના પુનર્વાસ અને સુધારની પ્રક્રિયાને મજબૂતી મળશે, તેમનું કહેવું હતું કે, લગ્ન બાદ બંને ભવિષ્યમાં સામાન્ય પારિવારિક જીવન જીવી શકશે. અગાઉ હાઈકોર્ટના એક પૂર્વ નિર્ણયનો પણ હવાલો આપવામાં આવ્યો હતો, જેમાં કેદીના વૈવાહિક અને સંતાનોત્પત્તિ સાથે જોડાયેલા અધિકારોની વાત કહેવાઈ હતી.

સરકાર તરફથી કોર્ટમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં પણ એ સ્વીકાર કર્યો કે, બંને લગ્ન કરવા માંગે છે. રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે, બંને ધરપહેલાથી લિવ ઇન રિલેશન રહ્યા છે. સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે, ઓપન જેલના નિયમો અંતર્ગત જો બંને લગ્ન કરવા માંગે છે તો સરકારે તેના પર કોઈ વાંધો નથી. ખંડપીઠે પોતાના આદેશમાં કહ્યું કે, વિવાહ સમાજની મહત્વપૂર્ણ સંસ્થા છે. કોર્ટે એવું પણ કહ્યું કે, ખાલી દોષિત સાબિત થવાના આધાર પર કોઈ કેદીને તેની સહમતિથી લગ્નના અધિકારથી વંચિત કરી શકાય નહીં. આ આધાર પર કોર્ટે લગ્નની મંજૂરી આપતા જરૂરી દિશા-નિર્દેશ પણ આપ્યા છે.