Loading Please Wait !!!
મિત્રો સાથે ધોની ધાબા ઉપર જમવાનું ચૂકતો નથી

  • ધોનીએ ધાબા માલિકને કાર ભેટ આપી ,
  • વેઈટરને 6000ની ટીપ 

મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટર બન્યો એ પહેલાં રેલવેમાં ટિકિટચેકરની નોકરી તો કરતો જ હતો, પણ માત્ર રમતની વાત કરીએ તો સ્કૂલના દિવસોમાં તે ફૂટબોલનો ગોલકીપર હતો અને ત્યારથી તે રાંચીના જેલકટપ્રેમીઓના દિલમાં વસેલો છે, પરંતુ એનાથી વિશેષ વાત એ છે કે રાંચીથી જમશેદપુર જતાં હાઈવે પર એક જાણીતો ધાબા છે જેના માલિકના સૌથી મહેમાનોમાં ધોનીનું સ્થાન સર્વોચ્ચ સ્થાને છે.

ખુદ ધોની કરોડોપતિ બન્યો હોવા છતાં અને દુનિયાભરમાં વિખ્યાત થયો હોવા છતાં સમય મળે ત્યારે મિત્રો સાથે આ રોકસાઈડ ધાબા પર જવાનું ચૂકતો નથી. ત્યાં તેના માટે બેકયાર્ડમાં શિવજીની મૂર્તિ નજીક ખાસ ટેબલ ગોઠવવામાં આવે છે અને ધોનીને તેની ફેવરિટ વાનગી પીરસવામાં આવે છે. બોનલેસ ચિલી ચિકન, બટર નાન અને મેંગો ડ્રિંક ધોની આ ધાબા પર અચૂક માણે છે. ધાબાના સિલેક્ટેડ વેઈટર અને હેલ્પરને જ ધોનીના ટેબલ નજીક જવાની છૂટ હોય છે. એક વખત ધોનીએ ખુશ થઈને વેઈટર અને તેના સાથીઓ માટે કુલ ૬,૦૦૦ રૂપિયાની ટીપ આપી હતી. ધાબાના માલિક સંજય મુખર્જીના પરિવારને કાર ભેટ આપી. માહીએ તેમને મારુતિ સ્વિફ્ટ બક્ષિસમાં આપી ત્યારે કોઈ જ ફોટો નહોતો પાડવામાં આવ્યો.