Loading Please Wait !!!
જમીન પર ‘શૂન્ય’, સોશિયલ મીડિયા પર ‘હિરો’...

=> કોઈ ઓફિસ નહીં, કોઈ કાર્યકર નહીં, છતાં કોકરોચ જનતા પાર્ટી ટ્રેન્ડમાં ટોપ !

=> દરેક રાજ્યમાં પ્રદેશ પ્રમુખના ફોટો પણ વાયરલ : ગુજરાતમાં પણ અનેક શહેરમાં CJP પાર્ટીના શહેર પ્રમુખની પોસ્ટ વાયરલ

સિટી ન્યૂઝ@નવીદિલ્હી

દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી Kokrech જનતા પાર્ટી નામે એક નવી રાજકીય ચળવળ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં આવી છે. હજી સુધી આ પાર્ટીનું જમીન સ્તરે કોઈ સત્તાવાર અસ્તિત્વ નથી હોવા છતાં, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં પ્રદેશ પ્રમુખોના નામ સાથેના પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અલગ-અલગ શહેરોના પ્રમુખોના નામ અને ફોટાઓ સાથે પોસ્ટર્સ શેર કરવામાં આવી રહી છે. આ પોસ્ટર્સમાં યુવાનોને આકર્ષે તેવી ભાષામાં પાર્ટીના સંભવિત મુદ્દાઓ અને વિચારધારા વિશે પણ માહિતી આપવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે, કોઈ સત્તાવાર ઓફિસ, જાહેર સભા કે સંગઠનાત્મક માળખું ન હોવા છતાં Kokrech જનતા પાર્ટી સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી રહી છે. અનેક યુઝર્સ આને નવો રાજકીય પ્રયોગ ગણાવી રહ્યા છે, તો કેટલાક લોકો તેને માત્ર ડિજિટલ કેમ્પેઈન તરીકે જોઈ રહ્યા છે. રાજકીય વિશ્લેષકોના મત અનુસાર, આ પ્રકારની પ્રવૃત્તિઓ આજના ડિજિટલ યુગમાં નવી નથી, પરંતુ વાસ્તવિક રાજકીય પ્રભાવ માટે જમીન સ્તરે મજબૂત સંગઠન જરૂરી બને છે. હાલ માટે Kokrech જનતા પાર્ટી માત્ર સોશિયલ મીડિયા સુધી મર્યાદિત છે, પરંતુ આવનારા સમયમાં તે વાસ્તવિક રાજકારણમાં પ્રવેશ કરશે કે નહીં તે જોવાનું રહ્યું.