14 વર્ષની સગીરા સાથે ગેંગરેપના કેસમાં વધુ બે આરોપીઓ ઝડપાયા
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં કોઠારીયા રોડ પર રહેતી 14 વર્ષની સગીરાને ઈન્સ્ટાગ્રામ મારફતે ફસાવી તેના ઉપર સાત શખસોએ મકાન, હોટલ અને કારમાં ગેંગરેપ આચર્યાની ફરીયાદના આધારે ભકિતનગર પોલીસે નકલી પોલીસ એવા મીહીર સહીત ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવી વધુ બે આરોપીઓને ઝડપી લઈ તેના પણ રિમાન્ડ મેળવી વધુ એક આરોપીને પકડવા દોડધામ શરુ કરી છે.પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કોઠારીયા રોડ પર પરીવાર સાથે રહેતી સગીરાને તેની સગીર બહેનપણીએ મોબાઈલ આપી અલગ-અલગ શખસો સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે વાતો કરાવતી હોય આરોપીઓએ જંગલેશ્વરમાં મકાન તેમજ હોટલ અને કારમાં લઈ જઈ દુષ્કર્મ આચરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો ભોગ બનનાર સગીરાએ સગીર વયની બહેન પણી તેનો ફ્રેન્ડ સાહીલ ઉર્ફે દેવીલ,સાહીલ ઉર્ફે ઝેરી,મિહીર કુંગશીયા, ધવલ, આશીફ અને એક બાળ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી દરમિયાન ભકિતનગર પોલીસ મથકના પીઆઇ જે ડી પરમાર, એએસઆઈ નિલેશભાઈ મકવાણા સહિતના સ્ટાફે ત્વરિત ગુનો નોંધી આ ગુનામાં સંડોવાયેલા મિહીર કુંગશીયા,ધવલ અને સાહીલ એમ ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ બે આરોપીઓ દેવીલ ઉર્ફે સાહીલ અને મહમદ રજાક ઠેબાની ધરપકડ કરી તેના ચાર દિવસના રિમાન્ડ મેળવી વિશેષ પુછતાછ કરી વધુ યુપીના આશિફને પકડી લેવા કાર્યવાહી હાથ ધરી છે.