Loading Please Wait !!!
ભારતની શિક્ષણ સિસ્ટમ ફેલ: નીતિ આયોગે ખોલી સરકારની પોલ

=> આ અહેવાલ આવ્યા બાદ અભિજીત દીપકે નામના એક એક્ટિવિસ્ટે 'કોકરોચ જનતા પાર્ટી' ના નામે સોશિયલ મીડિયા પર એક કટાક્ષમય આંદોલન છેડ્યું છે, જે શિક્ષણ પ્રણાલી અને બેરોજગારીના મુદ્દા પર યુવાનોના આક્રોશને દર્શાવે છે.

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

આ બધું તાજેતરમાં નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા શાળા શિક્ષણના અહેવાલ અને તેના આધારે સોશિયલ મીડિયા પર શરૂ થયેલી 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ની ચર્ચા સાથે જોડાયેલું છે. નીતિ આયોગના અહેવાલમાં ભારતીય શિક્ષણ પ્રણાલીમાં પાયાની સુવિધાઓની અછત અને વિદ્યાર્થીઓમાં ઘટતી જતી સર્જનાત્મકતાનો પર્દાફાશ થયો છે.

આ અહેવાલના ખુલાસા અને તેની પાછળની વાસ્તવિકતા કંઈક આ પ્રમાણે છે

=> શિક્ષકોની ભારે અછત: દેશમાં ૧ લાખથી વધુ શાળાઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે.

=> પાયાની સુવિધાઓનો અભાવ: ૧ લાખથી વધુ શાળાઓમાં વીજળી નથી, અંદાજે ૬૦ હજાર શાળાઓમાં હાથ ધોવાની સુવિધા નથી અને ૯૮,000 થી વધુ શાળાઓમાં છોકરીઓ માટે શૌચાલય પણ નથી.

=> લેબ અને ગુણવત્તાનું સંકટ: સરકારી સેકન્ડરી શાળાઓમાંથી માત્ર ૫૧.૭% માં જ સાયન્સ લેબ ઉપલબ્ધ છે. ગોખણપટ્ટી આધારિત શિક્ષણ અને વિચારવાની તેમજ સમજવાની ક્ષમતાના વિકાસમાં ઉણપને લઈને અહેવાલમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

=> 1.19 લાખ સ્કૂલોમાં વીજળી નથી

=> 4,000 સ્કૂલોમાં પીવાનું શુધ્ધ પાણી નથી

=> 1 લાખ સ્કૂલો એવી જ્યાં એક શિક્ષક

=> 60,000 સ્કૂલોમાં બાળકોને હાથ ધોવાની વ્યવસ્થા નથી

=> 98,000 સ્કૂલોમાં છોકરીઓ માટે ટોઇલેટ નથી