અલગ-અલગ બે દરોડામાં જુગાર રમતા 3 મહિલા સહીત 14 ઝડપાયા
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે ક્રાઈમ બ્રાંચે મોરબી રોડ પર લાલપરી નદીના કાંઠે વાડીમાં દરોડો પાડી જુગાર રમતાં સાત શખ્સોને એક લાખની મત્તા સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી આ ઉપરાંત આજી ડેમ પોલીસે પણ કોઠારીયા રોડ ઉપર આવેલ મંગલ પાર્કમાં દરોડો પાડી જુગાર રમતી 3 મહિલા સહીત 7ને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના રણછોડનગર સોસાયટીમાં સ્કાય વેલકિંગમાં રહેતા અને મોરબી રોડ પર લાલપરી નદીના કાંઠે વાડી ધરાવતા શંભુ નારણભાઈ સાવકીયા ઉ.70ની વાડીમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી વાડીમાલિક શંભુભાઈ સાવકીયા, મુકેશ મીઠાભાઈ વીરડીયા, ડાયા લવજીભાઇ લુણાગરીયા, હરેશ જવેરભાઈ સેલડીયા, મહેશ બીપીનભાઈ પરસાણા, વિનોદ દેવરાજભાઈ સાવકીયા અને સંજય લવજીભાઈ સાવકીયાને 1 લાખની રોકડ સાથે પકડી લીધા હતા જયારે આજી ડેમ પોલીસે બાતમી આધારે કોઠારીયા મેઈન રોડ પર મંગલ પાર્કમાં દરોડો પાડી જુગાર રમતાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ અરજણભાઇ વેકરીયા, રિયાઝ ઉર્ફે લાલો રઝાકભાઇ લીંગડીયા, સાજીદ હુશેનભાઈ સમા, જાફર હુશેનભાઈ સમા, પ્રીતીબેન વિક્રમભાઈ ટાંક, સલમાબેન અજરૂદીનભાઈ પઠાણ અને સલીનાબેન સમાને ઝડપી લઇ 3440ની રોકડ કબ્જે કરી છે.