લંડનની સડકો પર સાડીવાળા ‘મેડમ’ની કેરીનો ક્રેઝ
=> ‘વિદેશમાં ભારતના દેશી સ્ટેટ’નું રાજ
=> લંડનમાં દેશી દબદબો : કેરીને ગોટાળાની જબરદસ્ત ડિમાન્ડ
=> વિદેશમાં રહીને ભારતીય સંસ્કૃતિ સાથે બિઝનેસ કરતી મહિલાનો વીડિયો વાયરલ
સિટી ન્યૂઝ@લંડન
જે અંગ્રેજો આપણી દેશમાં આવીને ‘હાઈજીન’ અને ‘બ્રાન્ડ’ ના નામે નાક ચડાવતા હતા, આજે એ જ ગોરાઓ યુકેની સડકો પર એક ભારતીય મહિલાની લારીએ લાઈન લગાવીને ઊભા રહી ગયા છે. લંડનના ઠંડા વાતાવરણમાં થ્રી-પીસ સૂટ પહેરીને ફરતા લોકોને ત્યારે આંચકો લાગ્યો જ્યારે એક દેશી મહિલા ગરવા ગુજરાતી અંદાજમાં, ચકાચક સાડી પહેરીને રસ્તા પર ભારતની અસલી ઓળખ સમાન ‘દેશી કેરીઓ’ વેચવા નીકળી પડી. પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાવાને બદલે વિદેશી ધરતી પર સાડીના પાલવ સાથે આત્મવિશ્વાસથી વેપાર કરવાનો આ અંદાજ જોઈને ઈન્ટરનેટ પર લોકો કહી રહ્યા છે કે, “ભલે લંડન ગયું, પણ લારી ચલાવવાનો વટ તો આપણો જ રહેશે!
આ વાયરલ ઘટનાએ સાબિત કરી દીધું છે કે સફળતા મેળવવા માટે કોઈ મોટી મલ્ટીનેશનલ કંપનીની કે કોર્પોરેટ ઓફિસની જરૂર નથી હોતી, બસ મનમાં દેશી જુગાડ અને મહેનતનું જોશ હોવું જોઈએ. બ્રિટનના જે રસ્તાઓ પર ક્યારેય માત્ર મોંઘી ગાડીઓ જ દોડતી હતી, ત્યાં હવે આ સાડીવાળા બેનની કેરીઓનો સ્વાદ લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં જ નેટીઝન્સ ચપટી ભરી રહ્યા છે કે, હવે બ્રિટિશ સરકારે પણ લંડનની સડકો પર ‘કેરી ખાવાની મનાઈ નથી’ તેવા બોર્ડ મારવા પડશે. પોતાની સંસ્કૃતિને વિદેશમાં આટલી ગ્લેમરસ રીતે રજૂ કરીને આ મહિલાએ સાબિત કર્યું છે કે ભલે ગોરાઓ ગમે તેટલા મોર્ડન બને, પણ ઉનાળામાં ટાઢક તો ભારતની કેરી જ આપી શકે.