જૈન સાધુ-સાધ્વી નગ્ન ફોટોકાંડમાં મોઢુ બંધ રાખવા 5 કરોડની ઓફર
=> દિવ્ય ભાસ્કર વેબનો ધડાકો: ધર્મની આડમાં ગંદો ખેલ
=> આવા સાધુઓને ફરીથી સંસારમાં લાવવા માટે ફરિયાદીને મળી રહી છે ધમકીઓ
સિટી ન્યૂઝ@સુરત
એમના વર્તન વિશે તો બોલતા પણ મને શરમ આવે છે. જૈન સાધ્વીઓ અમારા માટે સન્માનનીય વ્યક્તિ કહેવાય, એમની સાથે દુષ્કર્મ કરીને સુરતમાં આવ્યા, એમને સુરતમાં પગ મૂકવા જ ન દેવો જોઈએ. અમારા ભાઈઓ શું કરે છે એ ખબર નથી, અમારે જૈન બહેનોએ આગળ આવવું પડ્યું છે. તેઓ ઉપાશ્રયમાં પ્રતિષ્ઠા કેવી રીતે કરાવી શકે? એ અમારા ભગવાનને સ્પર્શ પણ ન કરી શકે.ન્યાયની માગ કરતા પોસ્ટર સાથે વી વોન્ટ જસ્ટિસના નારા બોલતી લગભગ 35થી 40 મહિલાઓનું ટોળું થોડા દિવસ પહેલાં સુરત પોલીસ કમિશનરની ઓફિસે પહોંચ્યું હતું. તેમનો વિરોધ જૈન ધર્મના જ જાણીતા સાધુ સાગરચંદ્ર સાગર સામે છે. ત્યારે નિકિતાબેન નામની મહિલાએ આક્રોશ સાથે ઉપર મુજબનું નિવેદન આપ્યું.વાત એમ છે કે સોશિયલ મીડિયા અને ખાસ કરીને જૈન સમાજના વિવિધ વ્હોટ્સએપ ગૃપમાં છેલ્લા કેટલાક સમયથી 20થી વધુ અશ્લીલ ફોટા ફરતા થયા છે. જેમાં એક પુરુષ અને બે મહિલાઓ જોવા મળે છે.
કેટલાક ફોટો મોબાઇલના કેમેરાથી લેવામાં આવ્યા છે, તો કેટલાક વીડિયો કોલના સ્ક્રીનશોટ્સ છે. જેમાં જૈન સાધુ સાગરચંદ્ર સાગર આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યા હોવાના દાવા જૈન આગેવાનોએ જ કર્યા. તેમની સાથે દેખાતી મહિલાઓ પણ જૈન સાધ્વી હોવાની નામજોગ ઓળખ પણ કરી હોવાની વાતો વહેતી થઈ છે.જૈન ધર્મમાં માનનારા લોકોની ભાવનાઓનું સન્માન જાળવીને દિવ્ય ભાસ્કરે કેટલીક તસવીરો પબ્લિશ નથી કરી. આ આખું પ્રકરણ બ્રહ્મચર્યની વાતો કરતા સાધુઓને શોભે એવું જરાય નથી. એટલે જ જૈન ધર્મના જ આગેવાનો દ્વારા ધાર્મિક અને કાયદાકીય રીતે સાગરચંદ્ર સાગર અને અન્ય લોકો સામે જે લડત શરૂ કરી છે એના વિશે આ લેખમાં લખ્યું છે.જૈન સમાજના વિરોધ પ્રદર્શનને હવા ત્યારે મળી જ્યારે સાગરચંદ્ર સાગર આવા ગંભીર આરોપો લાગ્યા બાદ પહેલીવાર માર્ચ મહિનામાં સુરત આવ્યા. સુરતના પોશ વિસ્તાર એવા વેસુમાં ધાનેરા નિવાસ ઉપાશ્રય આવેલું છે. જ્યાં મૂર્તિ પ્રતિષ્ઠાના ભવ્ય મહોત્સવનું આયોજન હતું, જેમાં ખાસ આમંત્રણ આપીને સાગરચંદ્ર સાગરને બોલાવાયા. 28 માર્ચે પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલી મહિલાઓએ માગ કરી હતી કે, હાલ આ મુનિ સુરતમાં જ હોવાથી તેમને તાત્કાલિક ઉપાશ્રયમાંથી બહાર લાવવામાં આવે. તેમને જૈન મુનિના પદ પરથી હટાવી (દીક્ષા મુકાવી) સંસારના કપડાં પહેરાવવામાં આવે.
=> FSL રિપોર્ટમાં શું સામે આવ્યું?
2 એપ્રિલ, 2025ના રોજ ફોરેન્સિક એક્સપર્ટે તસવીરોનું એનાલિસિસ કરીને અભિપ્રાય આપ્યો હતો કે ફોટા એડિટેડ નથી અને તેની સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી. જગતભાઈ પરીખે ફોરેન્સિક એક્સપર્ટના રિપોર્ટની કોપી પણ દિવ્ય ભાસ્કરને આપી છે. FLS રિપોર્ટમાં ફોટો સાચા જ હોવાનું સામે આવતા જૈન સમાજમાં અતુટ શ્રદ્ધા ધરાવતા જગતભાઈ માટે આ ઘટના એકદમ આંચકાજનક હતી. એટલે તેમણે સાગરચંદ્ર સાગર સામે કાયદાકીય લડત લડવાનું નક્કી કર્યું. પરંતુ કામ એટલું સરળ નહોતું. આગળ જતા તેમના આ પ્રયાસમાં અણધાર્યા ઉતારચડાવ આવ્યા.2025ના એપ્રિલ મહિનાની 10 તારીખે જગત પરીખે સાગરચંદ્ર સાગરના કારણે ધાર્મિક લાગણી દુભાઈ હોવાની અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.
=> હવે ત્રણ ગંભીર સવાલ ઊભા થયા
આ ફોટા કોના મોબાઇલમાં રેકોર્ડ થયા હતા? અશ્લીલ ફોટા કોણે અને શા માટે વાયરલ કર્યા હતા? ફરિયાદી કલ્પેશ સિંઘવીને મોઢું બંધ રાખવા 5 કરોડ રૂપિયાની લાલચ આપનાર મૈથિલ કોણ છે? આ દિશામાં દિવ્ય ભાસ્કરે તપાસ આગળ વધારી તો સ્ફોટક ખુલાસા કરતી કુલ 6 ઓડિયો ક્લિપ મળી આવી. આ સમગ્ર ઘટનાક્રમમાં મુંબઈની એક મહિલાની મોટી ભૂમિકાનો પણ ખુલાસો થયો. દિવ્ય ભાસ્કરે સાગરચંદ્ર સાગરનો પણ પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો. વાંચો આવતીકાલે ઇન્વેસ્ટિગેશન રિપોર્ટનો બીજો અને અંતિમભાગ.
=> વાયરલ તસવીરો બાબતે 4 મુખ્ય સવાલો હતા
=> ધર્મભીરુ પ્રજાનું શરમથી માથું ઝુકાવી દે એવા ફોટા-વીડિયો જૈન સાધુના જ છે એની સાબિતી શું?
=> જો આ વાત સાચી હોય તો ફોટો અને વીડિયો કેવી રીતે વાયરલ થયા?
=> અશ્લીલ ફોટો વાયરલ કરવા પાછળ કોનો શું રોલ હતો?
=> શું ધર્મને બદનામ કરવા માટે આવું કૃૃત્ય થયું કે પછી બ્લેકમેઇલિંગનો ગંદો ખેલ ચાલી રહ્યો છે?