Loading Please Wait !!!
હત્યાની કોશિશના ગુનામાં વોન્ટેડ આરોપીને ઉપલેટાથી દબોચતી રેન્જની ટિમ

=> આરોપી સામે 11 ગંભીર ગુના: ભાયાવદર પોલીસને કબ્જો સોંપાયો 

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનના ખુનની કોશીષના ગુન્હામાં નાસતો-ફરતો અને અગાઉ ૧૧ જેટલા ખુન, ખુનની કોશીષ, મારામારી, હથીયાર, બળાત્કાર ના ગુન્હામાં પકડાઇ ચુકેલ રીઢા નાસતા-ફરતા આરોપીને  રાજકોટ રેન્જ ટીમે પકડી સ્થાનિક પોલીસને સોંપી દીધો છે. રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓના તેમજ અન્ય જિલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પીઆઇ અપૂર્વ પટેલના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા કવાયત હાથ ધરવામાં આવી હતી દરમિયાન પીએસઆઇ બી.સી.મીયાત્રા તથા સ્ટાફના કુલદિપસિહ ચુડાસમા, વકારભાઇ આરબ, શિવરાજસિહ ઝાલા, દિવ્યેશભાઇ સુવા, નિકુલભાઇ પંપાણીયા નાઓએ  રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાની કોશિશના ગુનાના કામે નાસતા-ફરતા આરોપી અલીમામદ ઉર્ફે પટપટીયો સ/ઓ તૈયબભાઈ ઓસમાણભાઈ શેઠા જાતે સંધિ મુસ્લીમ ઉ.વ.૫૫ રહે.પડવલા ગામ તા.ઉપલેટા મુળ રહે.ધારાગઢ તા.ભાણવડ જી.દેવભૂમિ દ્વારકા વાળાને ઉપલેટાના વડાળી ગામની અવાવરુ સીમ વિસ્તારમાંથી પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.