હું હવે લગ્ન નહીં કરું
ટીવી એક્ટ્રેસ આકાંક્ષા ચમલાએ કહ્યું
ટીવી-એક્ટ્રેસ આકાંક્ષા ચમલાએ અને ગૌરવ ખન્ના ટૂંક સમયમાં તલાક લેવા જઈ રહ્યા છે. આ દરમિયાન આકાંક્ષાએ રિપોર્ટ્સ બાદ પોતાના જીવન અને ભવિષ્યના પ્લાન અંગે પણ ખુલાસો કર્યો છે. નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહેલા રિયાલિટી શો 'લૉક અપ'ની બીજી સીઝનની સ્પર્ધક આકાંક્ષા ચમલાએ શો દરમિયાન પોતાની સહ-સ્પર્ધક પમેલા સાધેની વાતચીતમાં કહ્યું કે 'મારા લગ્ન ત્યારે થયાં હતાં જ્યારે હું માત્ર ૨૪ વર્ષની હતી. હું બીજી વખત લગ્ન કરવા માગતી નથી. મને લાગે છે કે લગ્નનો અધ્યાય મારા જીવનમાં પૂરો થઈ ગયો છે. હવે મારા જીવનમાં પહેલી વખત હું એકલી રહીશ. હું મમ્મી-પપ્પાના કે પછી પતિના ઘરે રહેવાને બદલે મારા પોતાના ઘરમાં રહીશ. હું મારી જિંદગી મારી રીતે એકલી જ જીવવા ઈચ્છું છું.