You Tube Live પર વરસશે પૈસા લોન્ચ થયું ધમાકેદાર નવું ફીચર
ક્રિએટર્સ માટે ખુશખબર: હવે કમાણી બનશે સરળ
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
YouTube એક એવું પ્લેટફોર્મ બની ગયું છે જ્યાં ક્રિએટર્સ દર મહિને ઘણી કમાણી કરી રહ્યા છે. ટૂંકા વિડિયોથી લઈને લાંબા વિડિયો સુધી, આ પ્લેટફોર્મનો ઉપયોગ દેશભરમાં મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે. YouTube એ ભારતમાં એક નવી સુવિધા શરૂ કરી છે, જે ક્રિએટર્સને YouTube Live થી વધુ કમાણી કરવાની મંજૂરી આપશે. YouTube એ Gifts નામનું એક નવું ફીચર શરૂ કર્યું છે, ખાસ કરીને વર્ટિકલ લાઈવ સ્ટ્રીમ્સ માટે.
જો કોઈ ક્રિએટર્સ આ સુવિધાનો ઉપયોગ કરવા માંગે છે, તો તેણે YouTube સ્ટુડિયોમાં જઈને Earn વિભાગ ખોલવો પડશે. આ પછી, વર્ચ્યુઅલ આઈટમ્સ મોડ્યુલ સ્વીકાર્યા પછી ગિફ્ટ સુવિધા સક્રિય થશે. એકવાર સુવિધા સક્ષમ થઈ ગયા પછી, ગિફ્ટસ આપણને બધા પાત્ર વર્ટિકલ લાઈવ સ્ટ્રીમ્સ પર ઉપલબ્ધ થશે. જો કે, સુપર સ્ટીકર્સ વિકલ્પ લાઈવ સ્ટ્રીમ્સ પર ઉપલબ્ધ રહેશે નહીં જ્યાં ગિફ્ટસ સક્રિય થાય છે.
YouTube એ Gifts સાથે જ્વેલ્સ (Jewels) નામની નવી ડિજિટલ કરન્સી પણ રજૂ કરી છે. દર્શકો પહેલા Jewels ખરીદશે, પછી તેનો ઉપયોગ કરીને લાઈવ સ્ટ્રીમ દરમિયાન પોતાના મનપસંદ ક્રિએટર્સને Gifts મોકલી શકશે. જ્યારે કોઈ દર્શક Gift મોકલે છે ત્યારે ક્રિએટરને Rubies મળે છે. બાદમાં આ Rubiesના આધારે ક્રિએટરને કમાણી થાય છે, એટલે કે દર્શકોનો સપોર્ટ હવે ક્રિએટર્સ માટે કમાણીનું નવું સાધન બની જશે.
YouTube નું નવું Gifts ફીચર દર્શકો અને ક્રિએટર્સ બંને માટે લાભદાયી બની શકે છે. એક તરફ દર્શકોને લાઈવ સ્ટ્રીમ દરમિયાન પોતાનો સપોર્ટ અને પ્રતિભાવ વ્યક્ત કરવાની નવી રીત મળશે, જ્યારે બીજી તરફ ક્રિએટર્સને વધારાની કમાણી કરવાની નવી તક મળશે.
YouTube Gifts ફીચર શું છે?
સૂત્રો અનુસાર, આ નવા ફીચરની મદદથી દર્શકો લાઈવ સ્ટ્રીમ દરમિયાન એનિમેટેડ વર્ચ્યુઅલ ગિફ્ટસ મોકલીને પોતાના મનપસંદ ક્રિએટરને સપોર્ટ કરી શકશે. આ ગિફ્ટસના કારણે ક્રિએટર્સને વધારાની કમાણી કરવાની તક મળવાની શક્યતા રહેશે. આ ફીચરને વધુ રસપ્રદ બનાવવા માટે YouTube એ તેમાં અનેક ભારતીય દેશી થીમ આધારિત ગિફ્ટસ પણ ઉમેર્યા છે. કંપનીએ ભવિષ્યમાં તહેવારો અને ખાસ પ્રસંગો માટે નવા સીઝનલ ગિફ્ટસ લાવવાની પણ જાહેરાત કરી છે.