ભાગ્યશ્રીએ લસ્સી પ્રમોટ કરી પણ પીધી નહીં
ટ્રોલ થતા યુઝર્સ પર ભડકી
ભાગ્યશ્રીએ કહ્યું : મે લસ્સીનો ટેસ્ટ માણ્યો છે લોકોએ અડધો વીડિયો મૂક્યો છે
ભાગ્યશ્રીએ બનારસમાં એક લસ્સીની દુકાનમાંથી લસ્સી લીધી, તેને પ્રમોટ કરી અને થોડીવાર પછી જ તેણે એમ કહીને આખી લસ્સી છોડી દીધી કે તેમાં ખાંડ અને ફેટ ખૂબ વધારે છે. વીડિયો વાયરલ થયા પછી ભાગ્યશ્રીના આ બેવડા વલણ પર પ્રશ્ન ઉઠાવતા લોકોએ તેની જોરદાર ટીકા કરી. મજાક ઉડતા ભાગ્યશ્રીએ એક વીડિયો જાહેર કરીને ટ્રોલર્સને કટકાર લગાવી છે. ભાગ્યશ્રીએ ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે લસ્સી ટેસ્ટ કરતી જોવા મળી. આ સાથે તેણે સ્પષ્ટતામાં લખ્યું છે, હું સવારે ૩ વાગ્યાથી જ જાગી રહી હતી. મંગળા આરતીમાં સામેલ થયા પછી ભયંકર ગરમીમાં ગંગા ઘાટ પર ચાલી.
આવા સંજોગોમાં આ લસ્સી મારા માટે કોઈ એનર્જી બૂસ્ટરથી ઓછી નહોતી. ઉપર નાખેલા ડ્રાય ફ્રૂટસે તેના સ્વાદમાં કરકરાપણું ઉમેર્યું, જેનો મેં ખૂબ આનંદ લીધો. આગળ તેણે લખ્યું, 'ફ્રેશ સ્વાદની સાથે-સાથે તેમાં તેને બનાવનારાઓની આભીયતા અને પ્રેમ પણ ભળેલા હતા. આખરે ભાગ્યશ્રીએ લખ્યું, શું તમારી માતાએ ક્યારેય ગરમીમાં તમને લસ્સી નથી પીવડાવી? ખોટું તો અડધો વીડિયો અને અધૂરી માહિતી સાથે તેવ સોશિયલ મીડિયા પર અપલોડ કરવું હોય છે.