જહાનવીની મહેંદીમાં બોયફ્રેન્ડ 'શિખું'
શિખર પહાડિયાનું નિકનેમ છે 'શિખું'
અંશુલા કપૂરના વેડિંગ રિસેપ્શનમાં સાવકી બહેન જહાનવી કપૂર પોતાના લુકની સાથે-સાથે મહેંદીને લઈને પણ ચર્ચામાં રહી. તેણે ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની સિલ્ક સાડીને સ્ટેપલેસ બ્લાઉઝ સાથે પહેરી હતી. તેનો આ લુક સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. જહાનવીએ ઈન્સ્ટાગ્રામ પર રિસેપ્શનની ઘણી તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તેની મહેંદી પર 'શિખું' નામ લખેલું જોવા મળ્યું. 'શિખું' તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયાનું નિકનેમ છે. આ નામ મહેંદીની ડિઝાઈનમાં ગૂંથવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, અંશુલા કપૂરના વેડિંગ રિસેપ્શનમાં જહાનવી કપૂરનો એક વીડિયો પણ સામે આવ્યો, જેમાં તેણે ઢોલ વગાડ્યો હતો. નોંધનીય છે કે, ૨૦૨૪માં ફિલ્મ 'મેદાન' ના સ્ક્રીનિંગ દરમિયાન તે 'શિખું' નામનો નેકલેસ પહેરીને પહોંચી હતી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર જહાનવીની એક તસવીર સામે આવી હતી, જેમાં તે એક અબોનો નાઈટસૂટ પહેરેલી જોવા મળી રહી છે. આ નાઈટસૂટ પર શિખર પહાડિયાના નામનો એક મેસેજ પણ લખેલો હતો. આ ફોટોમાં જહાનવીએ પિંક કલરનો નાઈટસૂટ અને ગ્રે જેકેટ પહેર્યું હતું.