Loading Please Wait !!!
હવે Blinkitની ‘એમ્બ્યુલન્સ’ 10 મિનિટમાં જીવ બચાવશે

ગુડગાંવમાં કાર્યરત: બાદમાં અન્ય શહેરોમાં પ્રોજેક્ટ લઈ જવાશે

24 કલાક ફ્રી સર્વિસ : ટ્રાફિક પોલીસ સાથે ડીલ

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

Blinkit દ્વારા ગુડગાંવ ટ્રાફિક પોલીસ સાથે હાથ મિલાવવામાં આવ્યા છે. કંપનીએ ગયા વર્ષે શરૂ કરેલી પોતાની ફ્રી એમ્બ્યુલન્સ સર્વિસનો વ્યાપ વધારીને હવે તેને શહેરના મુખ્ય અકસ્માત સંભવિત વિસ્તારો સુધી પહોંચાડી દીધી છે. આ મિશનને સફળ બનાવવા માટે ગુડગાંવના ટ્રાફિક ટાવરમાં પોલીસકર્મીઓ માટે એક ખાસ ટ્રેનિંગ સેશન યોજાયું હતું. આ સેશનની અધ્યક્ષતા ટ્રાફિક DCP રાજેશ મોહને કરી હતી, જેમાં પોલીસકર્મીઓને Blinkit એપ દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સ કેવી રીતે બોલાવવી તેની ટ્રેનિંગ અપાઈ હતી. DCP રાજેશ મોહને ટ્રેનિંગ દરમિયાન ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, રોડ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોમાં આશરે ૫૦ ટકા હિસ્સો ટુ-વ્હીલર ચાલકો અને પગપાળા ચાલતા લોકોનો હોય છે. આ આંકડાને ઘટાડવા માટે અકસ્માતના તુરંત બાદ મેડિકલ સહાય મળવી ખૂબ જ જરૂરી છે. Blinkit દ્વારા આ પહેલ અંતર્ગત ૧૭ એમ્બ્યુલન્સનો ખાસ કાફલો મેદાને ઉતારાયો છે. અકસ્માત થતાં જ આશરે ૧૫ મિનિટની અંદર ટીમ ઘટનાસ્થળે પહોંચી શકે તે માટે આ ગાડીઓને ગુડગાંવના ચિહ્નિત કરાયેલા ૧૭ ‘બ્લેક સ્પોટ’ પર તૈનાત રાખવામાં આવી છે.