Loading Please Wait !!!
કિચારાનું તબાહી ગીત વિવાદમાં લોકો બોલ્યા; ગીત કે કોન્ડોમની એડ

સાઉથના સુપરસ્ટાર યશ અને બોલિવૂડની ચુલબુલી અભિનેત્રી કિચારા અડવાણીની મોસ્ટ અપેટેડ ફિલ્મ ટોક્સિકનું ફર્સ્ટ સોંગ 'તબાહી' રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગીત રિલીઝ થતાની સાથે જ ચાહકોમાં એક તરફ ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ ગીતના વિઝ્યુઅલ્સ અને તેમાં ભિભાવવામાં આવેલા ઈન્ટિમેટ સીન્સ જોઈને લોકોએ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, ખાસ કરીને રેડિટ પર યૂઝર્સ ગીતની આકરી ટીકા કરી છે. ગીતના બોલ્ડ સીન્સ અને તેની સ્ટાઈલને લઈને એક યૂઝરે તીખી પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે- ફિલ્મનું નામ 'ટોક્સિક' રાખીને મેકર્સ બહુ મોટી આશા જગાવી હતી, પરંતુ આ ગીત જોઈને નિરાશા થઈ છે. આ કોઈ ફિલ્મનું ગીત નહીં પણ કોઈ કોન્ડોમની એડ હોય તેવું લાગે છે. ગીત ફિલ્મની વાર્તા કે તેની ગંભીરતા સાથે કોઈ મેળ ખાતું નથી.