Loading Please Wait !!!
પેરિસમાં ઈશા અંબાણીનો 'કિલઓપેટ્રા' લુક

લુક પર 'વોગ'ની એડિટર પણ ફિદા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વિવિધ કંપનીની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને અંબાણી પરિવારની લાડકવાઈ દીકરી ઈશા અંબાણી બિઝનેસની સાથે સાથે ફેશનની પણ ખૂબ સારી સમજ ધરાવે છે. બુધવારે ભારતીય ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ પેરિસ હોટ ક્યુટ્યોર વીકમાં ડેબ્યૂ કર્યું હતું. ડિઝાઈનરના કરિયર અને ભારતીય ફેશન માટેના આ એક માઈલસ્ટોન ઈવેન્ટમાં તેમને સપોર્ટ કરવા ઈશા અંબાણી પણ પહોંચી હતી. આ દરમિયાન ઈશાએ ગોલ્ડન ડ્રેસ અને માતા નીતા અંબાણીના અમૂલ્ય દાગીના પહેરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પેરિસ હોટ ક્યુટ્યોર વીક ૨૦૨૬માં ઈશાએ મનીષ મલ્હોત્રાએ જાતે કસ્ટમ ડિઝાઈન કરેલો હેન્ડમેડ ગોલ્ડ ક્યુટ્યોર ગાઉન પહેર્યો હતો. પગની ઘૂંટી સુધીની લંબાઈ ધરાવતા આ ડ્રેસમાં આકર્ષક કોર્સેટ સિલુએટ સાથે વિન્ટેજ સલ્લી અને તાબન સિક્વિન્સ તેમજ જડેલા રત્નોનું ક્રિસ્ટલભર્યું ભરતકામ કરવામાં આવ્યું છે. તેની હોલ્ટર નેકલાઈન અને બોડી-સ્પ્લિટિંગ સિલુએટ આ હેન્ડ-એમ્બ્રોઈડરી પીસની સુંદરતામાં વધારો કરે છે. આ ડ્રેસની કિંમત અંદાજે ૪૦ થી ૫૦ લાખની વચ્ચે હોવાનું ચર્ચા રહ્યું છે. ઈશાના લુકમાં આ ડ્રેસ મુખ્ય હાઈલાઈટ રહે તે માટે એન્ડુ મુકામતે તેને ખૂબ જ સ્માર્ટલી સ્ટાઈલ કર્યો હતો.