પેરિસમાં ફેશન વીકમાં ભારતીય સંસ્કૃતિની છાપ
ભારતીય ડિઝાઇનરે 2000 વર્ષ જૂની દેવીઓની પ્રેરિત કલેક્શન
તાજેતરમાં પેરિસમાં ચાલી રહેલા પેરિસ ફેશન વીક ૨૦૨૬માં એક વાર ફરીથી ભારતીય ફેશન-ડિઝાઈનરે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. રાહુલ મિશ્રા નામના એક ડિઝાઈનરે ભારતની પુરાતત્વ કળા અને સંસ્કૃતિનો જાદુ વેરતું કલેક્શન રજૂ કર્યું હતું. આ કલેક્શનમાં મોડલ્સ જાણે ૨૦૦૦ વર્ષ જૂની દેવીઓ હોય એવું દેખાતું હતું. રાહુલ મિશ્રાના 'દેવી ધ ઇટર્નલ મ્યુઝ' નામના નવા વિન્ટર કલેક્શનમાં પેરિસના રેમ્પ પર ભારતની જૂની દેવીની મૂર્તિઓ ચાલતી હોય એવો નજારો લાગતો હતો. ફેશન વીકમાં માત્ર સારાં કપડાંની ડિઝાઈન પ્રેઝન્ટ કરવાની વાત નથી, એ કપડાં થકી કહાની પણ કહેવામાં આવે છે. આ કલેક્શન તૈયાર કરવા માટે રાહુલ મિશ્રાએ કોઈ નવા ફેશન-ટ્રેન્ડનો સહારો નહોતો લીધો. તેમણે નવા ટ્રેન્ડને બદલે ઇતિહાસનાં પાનાં ઉથલાવ્યાં અને એમાંથી જે કલેક્શન તૈયાર થયું એ બિલકુલ ટાઈમ-ટ્રાવેલ જેવો અનુભવ આપતું હતું.