TRP અગ્નિકાંડ; 6 અધિકારીઓ ડિસમીસ
- સુઓમોટો પિટિશનમાં હાઈકોર્ટનો કડક નિર્ણય
- ફાયર ઓફિસર રોહિત વિગોરા, ટાઉન પ્લાનિંગ અધિકારી ગૌતમ જોષી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા અને ભીખા ઠેબાને નોકરીમાંથી બરતરફ કરાયા
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડની સુઓમોટો પિટિશનમાં હાઈકોર્ટનો વચગાળાનો મોટો ચુકાદો આવ્યો છે. જેમાં મનપાના ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા, ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ ગૌતમ જોષી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા અને ભીખા ઠેબાને ડિસમીસ કરાયા છે. તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠીયા નિવૃત્તિના વટાવી જતાં તેનું રજાનું રોકડ રૂપાંતર સસ્પેન્ડ કરી માત્ર પ્રોવિઝનલ પેન્શન ચૂકવવા નિર્ણય કરાયો છે.
રાજકોટ સહિત દેશભરના લોકોને હચમચાવી મૂકનાર TRP ગેમઝોન અગ્નિકાંડ ૨૫ મે, ૨૦૨૪ની સાંજે થયો હતો. જેમાં જીવ ગુમાવનારા ૨૭ લોકોના પરિવારજનો અને રાજકોટવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં અચાનક લાગેલી આગ ગણતરીની મિનિટોમાં વિકરાળ બની હતી અને જોતજોતામાં ૨૭ લોકો ભડથું ગયા હતા. રાજકોટમાં થયેલા TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સુઓમોટો પિટિશન પર ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
કયા અધિકારીને ડિસમીસ કરાયા
-
આસિ. TPO ગૌતમ જોષી
-
આસિ. TPO મુકેશ મકવાણા
-
ફાયર ઓફિસર રોહિત વિગોરા
-
આસિ. એન્જિ. જયદીપ ચૌધરી
-
આસિ. એન્જિ. રાજેશ મકવાણા
-
DYCFO ભીખા ઠેબા
તપાસ ચાલુ
-
TPO મનસુખ સાગઠીયા
-
સીઈઓ ઈલેશ ખેર
ટૂંક સમયમાં કાયમી ચીફ ફાયર ઓફિસરની નિમણૂંક થશે
મહાપાલિકા ઈન્ચાર્જના ભરોસે
-
પર્યાવરણ વિભાગ ઈન્ચાર્જ પર
-
TPO, ફાયર, ગાર્ડન ડાયરેક્ટર અને 11 ડાયરેક્ટર જેવી મહત્વની અને જવાબદાર જગ્યાઓ લાંબા સમયથી ખાલી
અમિત દવેએ અગાઉ પોતાના પદ પરથી રાજીનામું પણ આપી દીધું હતું. જોકે તે મંજૂર નથી થતા હાલ પણ તેઓ આ જવાબદારી સંભાળી રહ્યા છે. હવે સમગ્ર ઘટનાના ૨ વર્ષ બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાજેતરમાં જ ચીફ ફાયર ઓફિસરની કાયમી ભરતી માટેની સત્તાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં અંદાજે ૧૨ લાખ ઉમેદવારો હાજર રહ્યા હતા અને તંત્ર દ્વારા ટૂંક જ સમયમાં યોગ્ય નામ પસંદ કરીને આ અંગેની દરખાસ્ત મંજૂરી અર્થે મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મહાપાલિકામાં માત્ર ટાઉન પ્લાનિંગ કે ફાયર વિભાગ જ નહીં, પરંતુ ગાર્ડન ડાયરેક્ટર અને IT ડાયરેક્ટર જેવી અત્યંત મહત્વની અને જવાબદાર જગ્યાઓ પણ લાંબા સમયથી ખાલી પડી છે. આમ છતાં વહીવટી તંત્ર દ્વારા આ જગ્યાઓ ઉપર કાયમી નિમણૂકો કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. ત્યારે તમામ મહત્વની ખાલી જગ્યાઓ ઉપર જવાબદાર અધિકારીઓની ભરતી કરવામાં આવે તે પણ અત્યંત જરૂરી બન્યું છે.
- ફોજદારી કેસો અને ખાતાકીય તપાસને ધ્યાનમાં રાખી મનપાનો નિર્ણય
- TPO મનસુખ સાગઠીયાના નિવૃત્તિના લાભો અટકાવાયા
રાજકોટ શહેરમાં ૨૫ એપ્રિલ, ૨૦૨૪ના રોજ સર્જાયેલા અત્યંત દર્દનાક અને ભયાનક TRP ગેમઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપી અને મહાનગરપાલિકાના તત્કાલીન ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા સરપેશનના સમયગાળા દરમિયાન વયનિવૃત્ત થઈ ગયા છે, જેને પગલે મનપા તંત્ર દ્વારા તેમના તમામ નિવૃત્તિ વિષયક લાભો અને હક્ક-હિસ્સાઓ પર રોક લગાવી દેવામાં આવી છે. જ્યાં સુધી તેઓ નિર્દોષ સાબિત નહીં થાય ત્યાં સુધી આ રોક યથાવત રાખવામાં આવનાર છે. અગ્નિકાંડની ગંભીર ઘટના બાદ એમ.ડી.સાગઠીયાની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને ફરજ મોકૂફ એટલે કે સસ્પેન્ડ કરી દેવાયા હતા.