ટ્રમ્પનો ભારત વિરોધી બફાટ: ભારત અને ચીનને ગણાવ્યા ‘નરક’, એચ-1બી વિઝા અને નોકરીઓ પર સંકટના વાદળો
-
સોશિયલ મીડિયા પર ટ્રમ્પનો વિવાદાસ્પદ પત્ર; ભારતીય પરિવારોને અમેરિકા બોલાવવા સામે વ્યક્ત કર્યો રોષ
-
બર્થરાઈટ સિટિઝનશિપ રદ કરવા રાષ્ટ્રીય મતદાનની માંગ; શું હવે અમેરિકામાં રહેવું મુશ્કેલ બનશે?
-
ભારતને ‘હેલહોલ’ કહીને ઉતારી પાડ્યું; ટેક્સપેયર્સના પૈસા અને સરકારી સેવાઓના દુરુપયોગનો લગાવ્યો આરોપ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોથી વૈશ્વિક સ્તરે વિવાદ છેડ્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પત્ર પોસ્ટ કરીને ભારત અને ચીન જેવા દેશોને 'હેલહોલ' (નરક) કહીને સંબોધ્યા છે. ટ્રમ્પનો દાવો છે કે વિદેશીઓ અમેરિકાની જન્મના આધારે નાગરિકતા આપવાની નીતિનો દુરુપયોગ કરીને તેમના આખા પરિવારને અમેરિકામાં વસાવી રહ્યા છે.
ટેક સેક્ટરમાં ભારતીયોના વર્ચસ્વ સામે વિરોધ ટ્રમ્પે ખાસ કરીને કેલિફોર્નિયાના સિલિકોન વેલી અને ટેક સેક્ટરનો ઉલ્લેખ કરતા કહ્યું કે ત્યાં ભારત અને ચીનના લોકોનું વર્ચસ્વ વધી ગયું છે, જેના કારણે અમેરિકન નાગરિકો માટે તકો ઘટી રહી છે. જોકે, નિષ્ણાતો આ દાવાને પુરાવા વગરનો ગણાવી રહ્યા છે, કારણ કે ભારતીય પ્રોફેશનલ્સ અમેરિકાના અર્થતંત્રમાં અબજો ડોલરનું યોગદાન આપે છે.
કાયદાકીય લડાઈની તૈયારી ટ્રમ્પે નાગરિક અધિકારો માટે લડતી સંસ્થા ACLU ને ‘ગુનેગાર’ ગણાવી તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે સૂચન આપ્યું છે કે બર્થરાઈટ સિટિઝનશિપનો મુદ્દો અદાલતોને બદલે જનતાના મતદાન દ્વારા નક્કી થવો જોઈએ. જો ટ્રમ્પની આ દરખાસ્તો અમલમાં આવે, તો અમેરિકામાં ગ્રીન કાર્ડ કે સિટિઝનશિપની આશા રાખતા લાખો ભારતીયોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિન્હ મુકાઈ શકે છે.