Loading Please Wait !!!
યુદ્ધના મેદાનમાં રોબોટ્સનો દબદબો: યુક્રેને 22,000 મિશનમાં રોબોટ-ડ્રોન ઉતારી હજારો સૈનિકોના જીવ બચાવ્યા

 

  • ઇતિહાસમાં પહેલીવાર પાયદળ વિના જ દુશ્મનનો વિસ્તાર જીત્યો; ઝેલેન્સ્કીએ રોબોટિક યુદ્ધની સફળતા જાહેર કરી

  •  રિમોટ કંટ્રોલ મશીનગન અને ગ્રેનેડ લોન્ચરથી સજ્જ અનમેન્ડ ગ્રાઉન્ડ વેહિકલ્સનું પરાક્રમ; સેટેલાઇટથી થાય છે સંચાલન

  •  બંકરમાં બેસીને સૈનિકો ઓપરેટ કરશે લડાયક વાહનો; થર્મલ કેમેરા અને સેન્સર્સથી સજ્જ UGV ની કમાલ

    કીવ: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા ભીષણ જંગમાં હવે ટેકનોલોજીએ યુદ્ધના મેદાનની આખી પરિભાષા બદલી નાખી છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ ગર્વભેર જણાવ્યું હતું કે, રશિયા સામેના ૨૨,૦૦૦ થી વધારે મિશન માત્ર ડ્રોન અને રોબોટ્સ દ્વારા પાર પાડવામાં આવ્યા છે. આ નવી રણનીતિને કારણે યુક્રેને તેના ૨૨,૦૦૦ થી વધુ સૈનિકોની જાનહાનિ નિવારવામાં સફળતા મેળવી છે.

    શું છે આ યુજીવી (UGV) રોબોટ? અનમેન્ડ ગ્રાઉન્ડ વેહિકલ્સ (UGV) એ નાના મધ્યમ કદના ટેન્ક જેવા વાહનો છે. આ રોબોટ્સ પર ૧૨.૭ એમએમની મશીનગન, ગ્રેનેડ લોન્ચર અને એન્ટી ટેન્ક માઈન્સ ફીટ કરવામાં આવી છે. તેની ખાસિયત એ છે કે તેને ચલાવવા માટે સૈનિકને માત્ર એક મહિનાની ટ્રેનિંગની જરૂર પડે છે. સુરક્ષિત બંકરમાં બેઠેલો ઓપરેટર રેડિયો ફ્રિકવન્સી કે સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ દ્વારા કિલોમીટર દૂર રહેલા આ રોબોટને નિયંત્રિત કરી શકે છે.

    ઇતિહાસમાં પહેલીવાર આવી જીત એસોલ્ટ બ્રિગેડ એનસી ૧૩ ના કમાન્ડર મિકોલા મકાર જિનકેવિચે જણાવ્યું કે, તેમની યુનિટે ઇતિહાસમાં પહેલીવાર પાયદળ સૈનિકોને મેદાનમાં ઉતાર્યા વગર માત્ર રોબોટ અને ડ્રોન દ્વારા દુશ્મનના વિસ્તાર પર હુમલો કરી તેમને જેર કર્યા હતા. આ રોબોટમાં માત્ર હુમલો કરવાની જ નહીં, પરંતુ ઇજાગ્રસ્ત સૈનિકોને સુરક્ષિત કેપ્સ્યુલમાં બહાર કાઢવાની પણ વ્યવસ્થા છે. થર્મલ કેમેરા અને લાઇવ ફીડ દ્વારા ઓપરેટર સ્ક્રીન પર જોઈને ચોક્કસ નિશાન સાધી શકે છે.