ઓગસ્ટમાં બોક્સ ઓફિસ પર મહાસંગ્રામ: સની દેઓલની ‘લાહોર 1947’ અને ઈમરાન હાશ્મીની ‘આવારાપન 2’ એક જ દિવસે ટકરાશે
-
14મી ઓગસ્ટે બે મોટા સિક્વલ અને પિરિયડ ડ્રામા વચ્ચે જંગ; કોણ જીતશે દર્શકોના દિલ?
-
‘લાહોર 1947’ નું નામ બદલાઈને ‘બટવારા 1947’ થવાની ચર્ચા; ‘આવારાપન 2’ ની રિલીઝ ડેટ લંબાતા સર્જાઈ ક્લેશની સ્થિતિ
-
લાહોર 1947 અને આવારાપન 2 ના મેકર્સ આમને-સામને; એક્શન અને ઈમોશનના જંગમાં બોક્સ ઓફિસ ગરમાશે
મુંબઈ: આગામી ઓગસ્ટ મહિનો બોલીવૂડ માટે અત્યંત રોમાંચક સાબિત થવાનો છે. બોક્સ ઓફિસ પર બે મોટા સ્ટાર્સ સની દેઓલ અને ઈમરાન હાશ્મી વચ્ચે ટક્કર જોવા મળશે. લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે સની દેઓલની ફિલ્મ 'લાહોર 1947' આગામી 14મી ઓગસ્ટે રિલીઝ થવાની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. જોકે, હવે આ જ દિવસે ઈમરાન હાશ્મીની બહુચર્ચિત ફિલ્મ 'આવારાપન ટુ' પણ રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવતા બંને ફિલ્મો વચ્ચે ક્લેશ નિશ્ચિત બન્યો છે.
ટાઈટલ ચેન્જ અને રિલીઝમાં વિલંબ સની દેઓલની ફિલ્મ 'લાહોર 1947' ના ટાઈટલને લઈને હાલમાં અટકળો તેજ છે. અહેવાલો અનુસાર, આ ફિલ્મનું નામ બદલીને 'બટવારા 1947' પણ કરવામાં આવી શકે છે. બીજી તરફ, ઈમરાન હાશ્મીની 'આવારાપન ટુ' અસલમાં આ જ મહિને રિલીઝ થવાની હતી, પરંતુ ટેકનિકલ કે અન્ય કોઈ કારણોસર તે પાછી ઠેલાઈ હતી. હવે મેકર્સે તેને સ્વતંત્રતા પર્વના વીકેન્ડનો લાભ લેવા માટે 14 ઓગસ્ટે રિલીઝ કરવાનું નક્કી કર્યું છે.
બોક્સ ઓફિસ પર કોણ મારશે બાજી? સની દેઓલ હાલમાં 'ગદર ૨' ની ભવ્ય સફળતા બાદ ફરી એકવાર પિરિયડ એક્શન ડ્રામા સાથે પરત ફરી રહ્યા છે, જેના કારણે તેમની ફિલ્મ માટે ભારે ક્રેઝ છે. જ્યારે ઈમરાન હાશ્મીની 'આવારાપન' ફ્રેન્ચાઈઝીની મોટી ફેન ફોલોઈંગ છે. એક તરફ દેશભક્તિ અને વિભાજનની વાર્તા હશે, તો બીજી તરફ ક્રાઈમ અને રોમાન્સનો તડકો જોવા મળશે. આ સંજોગોમાં ઓગસ્ટમાં કઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર બાજી મારે છે તેના પર સમગ્ર ઇન્ડસ્ટ્રીની નજર રહેશે.