અહાન શેટ્ટી હવે બનશે ‘સનકી’: સાજિદ નડિયાદવાળા પાસેથી મેળવ્યા ફિલ્મ ટાઈટલના હક્કો, એક્શન અવતારમાં દેખાશે સુનીલ પુત્ર
-
ટીનુ દેસાઈ સંભાળશે ડિરેક્શનની કમાન; ‘બોર્ડર 2’ ની સફળતા બાદ અહાનનો મોટો દાવ
-
સાજિદ નડિયાદવાળાના ડ્રીમ પ્રોજેક્ટમાં હવે અહાન શેટ્ટીનો પાવર; ટૂંક સમયમાં સ્ટારકાસ્ટની થશે જાહેરાત
-
ડિરેક્ટર ટીનુ દેસાઈ અને અહાનની જોડી બોક્સ ઓફિસ પર મચાવશે ધૂમ; ફિલ્મ જગતમાં નવી ચર્ચા
મુંબઈ: બોલિવૂડ અભિનેતા અહાન શેટ્ટી હવે એક્શન હીરો તરીકે પોતાની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ, અહાને જાણીતા નિર્માતા સાજિદ નડિયાદવાળા પાસેથી ફિલ્મ 'સનકી' (Sankee) ના ટાઈટલના હક્કો સત્તાવાર રીતે મેળવી લીધા છે. અગાઉ સાજિદ નડિયાદવાળા આ ફિલ્મ બનાવવાની તૈયારીમાં હતા, પરંતુ કોઈ કારણોસર તે પ્રોજેક્ટ અટકી પડ્યો હતો, જે હવે અહાન શેટ્ટી આગળ ધપાવશે.
ડિરેક્ટર ટીનુ દેસાઈ સાથે જોડી આ એક્શન ફિલ્મનું નિર્દેશન ટીનુ દેસાઈ કરવાના છે. અહાન શેટ્ટીને 'બોર્ડર ૨' ની ભવ્ય સફળતા બાદ એ ભરોસો બેઠો છે કે તે માસ એક્શન ફિલ્મોમાં પોતાની છાપ છોડી શકે છે, અને તેથી જ તેણે આ પ્રોજેક્ટમાં વ્યક્તિગત રસ દાખવ્યો છે. ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ શરૂ થઈ ગયું છે અને તેમાં જોરદાર એક્શન સિક્વન્સ જોવા મળશે તેવું મનાઈ રહ્યું છે.
સ્ટારકાસ્ટ પર સસ્પેન્સ યથાવત મૂળ પ્લાન મુજબ જ્યારે સાજિદ નડિયાદવાળા આ ફિલ્મ બનાવવાના હતા ત્યારે પૂજા હેગડેને મુખ્ય ભૂમિકા માટે પસંદ કરવામાં આવી હતી. જોકે, અહાન શેટ્ટીના નવા પ્રોજેક્ટમાં હજુ સુધી કોઈ હિરોઈનનું નામ ફાઈનલ કરવામાં આવ્યું નથી. અહાન અત્યારે તેની ફિટનેસ અને એક્શન ટ્રેનિંગ પર ધ્યાન આપી રહ્યો છે. ફેન્સ આતુરતાથી એ જાણવા માંગે છે કે અહાનની આ સોલો એક્શન ફિલ્મમાં તેની સાથે અન્ય કયા કલાકારો જોવા મળશે.