એરપોર્ટ પર મા-દીકરીનો અતૂટ પ્રેમ: ઐશ્વર્યાએ આરાધ્યાને આપી ખાસ સરપ્રાઇઝ, એરપોર્ટ પર મમ્મીને જોઈને ભેટી પડી આરાધ્યા
-
સ્કૂલ ટ્રિપ પરથી પરત ફરેલી દીકરી માટે ઐશ્વર્યા બની ‘પર્સનલ ફોટોગ્રાફર’; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
-
માથા પર ટોપી અને લાંબા વાળ- 14 વર્ષની આરાધ્યાના બદલાયેલા લુકે ખેંચ્યું બધાનું ધ્યાન; જુઓ ક્યુટ વીડિયો
-
અભિષેક બચ્ચને પણ પત્નીના ઉછેરના કર્યા વખાણ; ‘ઘરમાં આટલી ફેમ હોવા છતાં આરાધ્યા જીવે છે સામાન્ય જીવન’
બોલિવૂડની ‘વિશ્વ સુંદરી’ ઐશ્વર્યા રાય બચ્ચન તેના પ્રોફેશનલ કામ કરતા પરિવાર અને ખાસ કરીને દીકરી આરાધ્યાને વધુ પ્રાધાન્ય આપે છે, તેનો પુરાવો ફરી એકવાર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો. આરાધ્યા તેની સ્કૂલ ટ્રિપ પરથી પરત ફરી રહી હતી ત્યારે ઐશ્વર્યા તેને લેવા એરપોર્ટ પહોંચી હતી. મમ્મીને અચાનક સામે જોઈ આરાધ્યા સરપ્રાઇઝ થઈ ગઈ હતી અને તેને દોડીને ગળે વળગી પડી હતી.
પાપારાઝી બની ઐશ્વર્યા વીડિયોમાં જોવા મળે છે કે ઐશ્વર્યા રાય બચ્ચન અરાઇવલ ગેટ પાસે ઉભી હતી અને જેવી આરાધ્યા બહાર આવી કે તરત જ ઐશ્વર્યાએ પોતાનો ફોન કાઢી દીકરીના ફોટા અને વીડિયો લેવાનું શરૂ કર્યું હતું. આરાધ્યાની સાથે તેના મિત્રોના પણ ફોટા ઐશ્વર્યાએ હોંશે હોંશે ક્લિક કર્યા હતા. આ દ્રશ્ય જોઈને ચાહકો ઐશ્વર્યાના ‘હેન્ડ્સ-ઓન મોમ’ હોવાના વખાણ કરી રહ્યા છે.
આરાધ્યાનો નવો લુક ચર્ચામાં ૧૪ વર્ષની આરાધ્યા બચ્ચન હંમેશા તેની ફ્રન્ટ બેંગ્સ હેરસ્ટાઇલ માટે જાણીતી હતી, પરંતુ આ વખતે એરપોર્ટ પર તેનો લુક એકદમ અલગ અને સ્પોર્ટી જોવા મળ્યો હતો. વ્હાઇટ ટી-શર્ટ અને બ્લેક ટ્રાઉઝર સાથે લાંબા ખુલ્લા વાળ અને કેપમાં આરાધ્યા પરિપક્વ અને આત્મવિશ્વાસુ દેખાતી હતી. ઉલ્લેખનીય છે કે, અભિષેક અને ઐશ્વર્યાએ તાજેતરમાં ૨૦ એપ્રિલે તેમના લગ્નની ૧૯મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. અભિષેકે પણ અનેકવાર સ્વીકાર્યું છે કે ઐશ્વર્યાએ આરાધ્યાને સ્ટારડમથી દૂર એક સામાન્ય અને સુંદર બાળપણ આપ્યું છે.