Loading Please Wait !!!
અશનીર ગ્રોવરની બાયોપિકમાં આમિર ખાનની એન્ટ્રી, પત્નીના રોલ માટે શ્રદ્ધા કપૂરને અપાઈ ઓફર

 

  • એક્સ-બોયફ્રેન્ડ રાહુલ મોદીના નિર્દેશનમાં શ્રદ્ધા કરશે કામ? 22 વર્ષ મોટા આમિર સાથે જોડી જામશે

  •  નિર્દેશક તરીકે રાહુલ મોદીનું ડેબ્યુ; બ્રેક-અપ બાદ એક્સ-ગર્લફ્રેન્ડ શ્રદ્ધાને જ ફિલ્મના મુખ્ય રોલ માટે કરી પસંદ

  •  રાહુલ મોદીની પહેલી ફિલ્મમાં સ્ટાર્સનો જમાવડો; શું શ્રદ્ધા કપૂર 22 વર્ષ મોટા આમિર સાથે સ્ક્રીન શેર કરશે?

    બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન હવે બિઝનેસ જગતના ચર્ચિત ચહેરા અશનીર ગ્રોવરની ભૂમિકામાં જોવા મળશે તે વાત લગભગ નક્કી છે. હવે લેટેસ્ટ અપડેટ મુજબ, આ ફિલ્મમાં અશનીરની પત્ની માધુરી જૈન ગ્રોવરના રોલ માટે બોલીવુડની ક્યુટ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરને ઓફર આપવામાં આવી છે. જો શ્રદ્ધા આ રોલ સ્વીકારે છે, તો તે પહેલીવાર 22 વર્ષ મોટા આમિર ખાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

    રાહુલ મોદી અને શ્રદ્ધાનું કોલાબરેશન આ ફિલ્મનું સૌથી રસપ્રદ પાસું તેનું નિર્દેશન છે. 'પ્યાર કા પંચનામા' અને 'તુ ઝૂઠી મેં મક્કાર' જેવી સુપરહિટ ફિલ્મોના લેખક રાહુલ મોદી આ ફિલ્મ દ્વારા નિર્દેશક તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. ચર્ચા મુજબ, રાહુલ અને શ્રદ્ધા લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા અને તાજેતરમાં જ તેમનું બ્રેક-અપ થયું છે. છતાં, રાહુલે પોતાની પહેલી ફિલ્મ માટે એક્સ-ગર્લફ્રેન્ડ શ્રદ્ધા પર જ પસંદગી ઉતારી છે, જે બોલીવુડમાં ચર્ચાનો વિષય બન્યો છે.

    અશનીરની સફર મોટા પડદા પર અશનીર ગ્રોવરની જિંદગી વિવાદો અને સફળતાથી ભરેલી રહી છે. તેમની બુક 'ડોગલાપન' પણ ઘણી ફેમસ થઈ હતી. આ બાયોપિકમાં અશનીરના સંઘર્ષ, 'શાર્ક ટેન્ક ઇન્ડિયા'ની લોકપ્રિયતા અને ભારત પે સાથેના વિવાદોને વણી લેવામાં આવે તેવી શક્યતા છે. શ્રદ્ધા અને આમિરની આ અનોખી જોડી પ્રેક્ષકોમાં ભારે કુતૂહલ જગાડી રહી છે.