Loading Please Wait !!!

રાજકોટ

રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપની 'સર્જિકલ સ્ટ્રાઈક': 36 માંથી 33 બેઠકો જાહેર, પ્રમુખ-ચેરમેન સહિતના દિગ્ગજોના પતા કપાયા!

લોધીકા બેઠક પરથી હસાવશે 'કાઠિયાવાડી ગોળ' – હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયા મેદાનમાં મોવિયા બેઠક પરથી રાજેશ...

રાજકોટ મનપાનો જંગ: કોંગ્રેસના ઉમેદવારો ઘોડા પર સવાર થઈ રણમેદાનમાં, 'આપ' ની સાદગીપૂર્ણ એન્ટ્રી!

વોર્ડ 8 માં રણજીત મુંધવાનું શક્તિપ્રદર્શન – ભ્રષ્ટાચાર સામેના જંગને 'યુદ્ધ' ગણાવી ફોર્મ ભર્યું વોર્ડ 4 માંથી રાહુલ ભુવા સહિત 'આપ' ની...

રાજકોટ ભાજપનું 'મિશન મનપા': નામ જાહેર થાય તે પહેલા ફોર્મ ભરવાની તૈયારી, કાલે બહુમાળી ભવન ચોક ગાજશે!

"પક્ષમાં કોઈ જૂથવાદ નથી" – વિરેન્દ્રસિંહ ઝાલાનો હુંકાર, વિજય મુહૂર્તમાં કેસરીયો રેલો નીકળશે બહુમાળી ભવન ચોક ખાતે 'વિજય વિશ્વાસ...

રાજકોટ વોર્ડ-3 માં જનતાનો મિજાજ ગરમ: "કોર્પોરેટરો માત્ર ઓફિસમાં બેઠા, 5 વર્ષે પણ પ્રશ્નો ઠેરના ઠેર!"

પોપટપરા અને રેલનગરમાં ગંદકી અને પાણીની સમસ્યાથી રહીશો ત્રાહિમામ – નેતાઓ સામે ઉઠ્યા સવાલ ડેપ્યુટી મેયરના વિસ્તારમાં પણ...

રાજકોટમાં ચૂંટણી બહિષ્કારનું રણશિંગું: "દેશી દારૂની પોટલી અહીં મળે છે", રહીશોએ બેનર લગાવી નેતાઓને ખખડાવ્યા!

વોર્ડ-1 ની ઋષિ વાટિકા સોસાયટીમાં રોષનો ભભૂકો – દારૂડિયાઓના ત્રાસથી બહેન-દીકરીઓનું નીકળવું મુશ્કેલ 22 વર્ષથી ગંદકી અને દારૂની...

રાજકોટ SOGનો વામ્બે આવાસમાં મોટો સપાટો: 19 કિલો ગાંજા સાથે સગીરા ઝડપાઈ, જંગલેશ્વરનું દંપતી ફરાર!

પિતાના અવસાન અને માતાના બીજા લગ્ન બાદ સગીરા એકલી રહેતી હતી – સોયબ અને જેબા તૈલીએ આપ્યો હતો જથ્થો NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ –...

ગુજરાતમાં કુદરતનો પ્રકોપ: આજે 18 જિલ્લામાં ગાજવીજ સાથે માવઠાની આગાહી, 40 કિમીની ઝડપે ફૂંકાશે પવન!

રાજકોટમાં 36.7 ડિગ્રી સાથે ગરમીનો પારો ઉંચકાયો - 24 કલાક બાદ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થશે પાટણ અને ગાંધીનગરમાં વીજળી પડતા કરુણ મોત -...

વોર્ડ નં.4ના AAPના ઉમેદવાર રાહુલ ભુવા-હાર્દિક રિબડીયા સામે FIR:બેનર હટાવતા દબાણ શાખાના અધિકારીને ‘ભાજપના દલાલ’ કહ્યાં, વીડિયો કટ કરીને મુક્યાનો દાવો રાજકોટ4 કલાક પેહલા રાજકોટ મનપાની દબાણ હટાવ શાખામાં ફરજ બજાવતા દિગ્વિજયસિંહ જાડેજાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 4ના બે ઉમેદવાર રાહુલ ભુવા અને હાર્દિક રીબડીયા સામે ફરજ રુકાવટ બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું કે, ગત 31 માર્ચના રોજ હું મારી ફરજ પર હતો, ત્યારે વોર્ડ નંબર 4, 5, 6, 15, 16 અને 18માં મારી નોકરી ચાલુ હતી. આ દરમિયાન સાંજે 5.30 વાગ્યા આસપાસ કુવાડવા રોડ ડિમાર્ટની પાછળ ઇલેક્ટ્રિક થાંભલા પર આમ આદમી પાર્ટીના બોર્ડ બેનર લગાવેલા હતા, તેને અમે હટાવ્યા હતા. ‘ભાજપના દલાલ છો’ કહી બોલાચાલી કર્યાનો આરોપ આ દરમિયાન રાહુલ ભુવા અને હાર્દિક રિબડીયાએ અમારી પાસે આવી બોર્ડ ઉતારવાનું બંધ કરો. આ ઉપરાંત, કોઈએ ફરિયાદ નથી કરી તો તમે બોર્ડ ઉતારવા કેમ આવ્યા છો? કહી પોતે પોતાની વોર્ડ નંબર 4ના ઉમેદવાર હોવાની ઓળખ આપી અમારી સાથે બોલાચાલી કરી હતી. અમારી ગાડીમાંથી બોર્ડ બેનર ઉતારવા લાગ્યા હતા અને ‘ભાજપના દલાલ છો’ કહી બોલાચાલી કરી અમારી ફરજમાં રુકાવટ કરી હતી, જેથી તેમની સામે ફરિયાદ નોંધાવી છે. બી ડિવિઝન પોલીસે આપના ઉમેદવાર રાહુલ ભુવા અને હાર્દિક રાબડીયા સામે BNS કલમ 221, 121(1), 3(5) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાહુલ ભુવાએ દબાણ શાખાના અધિકારીને ભાજપના દલાલ કહી બબાલ કરી. રાહુલ ભુવાએ દબાણ શાખાના અધિકારીને ભાજપના દલાલ કહી બબાલ કરી. આ વીડિયો 31 માર્ચનો છે અને ત્યારે જાહેર રજા હતીઃ રાહુલ ભુવા આ ઘર્ષણ બાબતે AAPના વોર્ડ 4ના ઉમેદવાર રાહુલ ભુવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મારો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં એવું કહેવામાં આવે છે કે, મેં RMCના અધિકારી સાથે બોલાચાલી કરી. હું ખુલાસો કરવા માગુ છું કે, આ વીડિયો 31 માર્ચનો છે અને ત્યારે જાહેર રજા હતી. એ દિવસે અધિકારીઓએ સોસાયટીઓમાં ધારીઆ લઈને આવીને આમ આદમી પાર્ટીના બેનરો ઉતાર્યા હતા. સમર્થકોના ઘરમાં લગાવેલા બેનર ઉતારવામાં આવ્યા હતા, જેથી અમને સ્થાનિકોના ફોન આવ્યા હતા અને ત્યારબાદ અમે ત્યાં પહોંચ્યા અને અધિકારી સાથે વાત કરી હતી. અમે પૂછ્યું કે, ઓર્ડર ક્યાં છે? તો એ લોકોએ અમને કોઈ ઓર્ડર કે માહિતી આપી નહીં. તમામ પોસ્ટર અને બેનર ગાડીમાંથી ઉતારી લીધા. તમામ પોસ્ટર અને બેનર ગાડીમાંથી ઉતારી લીધા. ‘આ બધું ભાજપના ઈશારે થઈ રહ્યું છે’ મહત્વપૂર્ણ બાબતે છે કે, 31 તારીખે કોઈ પણ પ્રકારની આચારસંહિતા લાગી ન હતી. બીજી મહત્વપૂર્ણ બાબત કે એ લોકો પાસે બેનર ઉતારવા માટે કોઈપણ પ્રકારનો પરિપત્ર ન હતો. એ અધિકારી ભાજપના કોઈ નેતા સાથે ફોનમાં વાત કરતા હતા. જેથી સ્પષ્ટ થાય છે કે, આ બધું ભાજપના ઈશારે થઈ રહ્યું છે, કારણ કે આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 4માં જીતી રહી છે. તપાસમાં માત્ર AAPના બેનર હોવાનું સામે આવ્યું. તપાસમાં માત્ર AAPના બેનર હોવાનું સામે આવ્યું. ‘રોડ પરથી ભાજપના બેનરો ઉતારવામાં ન આવ્યાં’ આમ આદમી પાર્ટીના નેતા રાહુલ ભુવાએ વધુમાં જણાવ્યું કે, અમે કોઈપણ પ્રકારની ઉગ્ર બોલાચાલી કરી નથી અને એમને સવાલ પૂછવાનો અમારી પાસે હક છે. આ બધા લોકો હપ્તા લે છે એ પણ બધાને ખબર છે. જો રોડ પર કોઈ બેનર લાગ્યું હોય અને હપ્તો આપી દેવામાં આવે તો ત્યારે આ લોકો કોઈપણ પ્રકારનો પ્રશ્ન ઉભો કરતા નથી. આજે પણ રોડ પર ભાજપના બેનરો લાગેલા છે, પરંતુ તેને ઉતારવામાં આવતા નથી, ફક્ત આમ આદમી પાર્ટીના બેનરો ઉતારી રહ્યા છે. સામાન્ય માણસ ડરી જાય, પરંતુ અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છીએ અને અમે કોઈથી ડરતા નથી. હાર્દિક રીબડીયાએ પણ અધિકારીઓને સમર્થકોના ઘરેથી પોસ્ટર ન ઉતારવા જણાવ્યું હતું. હાર્દિક રીબડીયાએ પણ અધિકારીઓને સમર્થકોના ઘરેથી પોસ્ટર ન ઉતારવા જણાવ્યું હતું. ‘આ લોકોએ વીડિયો કટ કરીને પછી રિલીઝ કર્યો’ જ્યારે એ લોકોને ખબર પડી કે એ તેઓ ખોટા છે તો એ લોકોએ કહ્યું કે બેનર લઈ જાઓ અને આ બધી બાબત વીડિયોમાં કટ કરીને એમણે પછી રિલીઝ કર્યો છે. એ લોકો વીડિયો રેકોર્ડિંગ કરતા હતા માટે એ લોકોએ વીડિયોને એડિટ કરીને રિલીઝ કર્યો છે. આ લોકો પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે, માટે હું લોકોને વિનંતી કરવા માગું છું કે આ તમામ લોકો ઈમેજ ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મેં કોઈ ખોટી વાત કરી નથી.

બેનર હટાવવા મુદ્દે દબાણ શાખા સાથે ઘર્ષણ - સરકારી ફરજમાં રુકાવટ બદલ BNS ની કલમો હેઠળ ગુનો નોંધાયો. "વીડિયો એડિટ કરીને બદનામ કરવાનું...

કોઠારીયામાં વિકાસ 'વેન્ટિલેટર' પર: 10 વર્ષથી કોર્પોરેશનમાં ભળ્યા છતાં જનતા પાયાની સુવિધા માટે તરસતી!

રસ્તા પર મસમોટા ખાડા અને પીવાના પાણીની અછતથી રહીશોમાં ભારે રોષ - "રોડ નહીં તો વોટ નહીં" ની ચીમકી પાઇપલાઇન નાખ્યા બાદ રસ્તાઓ ખોદેલા...

ગુજરાતની 4 RTO કચેરીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી: રાજકોટ-અમદાવાદમાં હજારો અરજદારોના ટેસ્ટ રદ!

ટ્રેક ટેસ્ટ માટે આવેલા લોકો અટવાયા, આવતીકાલની એપોઇન્ટમેન્ટ અપાઈ - સાયબર સેલે ધમકીભર્યા ઇમેઇલના મૂળ શોધવા તપાસ તેજ કરી સુભાષબ્રિજ RTO...

રાજકોટ કોંગ્રેસમાં ભડકો: વોર્ડ-13માં ટિકિટ ફાળવણીથી પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર નારાજ!

"જાહેર કરેલા ઉમેદવારને કોઈ ઓળખતું નથી" - 40 ઉમેદવારોની યાદી જાહેર થતા જ પક્ષમાં ભંગાણના એંધાણ કમલેશ કોઠીવારને અન્યાય થયાનો આક્ષેપ -...

રાજકોટ વોર્ડ-1 ગ્રાઉન્ડ રિપોર્ટ: "ચોમાસામાં દેડકા દેખાય, એમ ચૂંટણીમાં નેતા દેખાય", જનતામાં ભારોભાર રોષ!

રૈયાધારથી ઘંટેશ્વર સુધી પ્રાથમિક સુવિધાઓનો અભાવ - કચરાના ઢગલા અને વીજળીના ધાંધિયાથી રહીશો ત્રાહિમામ "પ્રચાર માટે નેતાઓએ આવવું...