પાર્સલના ડબ્વામાંથી સંતાડી આવેલો 2.65 લાખનો દારૂ ઝડપાયો
ફેસ જેલની આડમાં દરૂની હેરાફેરીનો પર્દાફાસ કરતી રાજકોટ પીસીબી
સિટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પાર્સલમાં દારૂનો જથ્થો મોકલવાનો ટેન્ડ ચાલી રહ્યો છે જેને પોલીસે ઝડપી પાડતા હવે પાર્સલમાં પણ ટેકનિકનો ઉપયોગ કરી દારૂ ઘુસાડવાની બુટલેગરના પ્રિયાસને રાજકોટ શહેર પીસીબીએ નિષ્ફળ બનાવી દીધો છે. પતરાંના ડબ્બાની અંદર દારૂના નાના-નાના ચપલા ભરી તેને મશીનથી પેક કરી વચ્ચે ભુસુ ભરાવી બાદમાં પાર્સલ કરેલા આ મોટા જથ્થાને ઝડપી પાડી પોલીસે ૨.૬૫ લાખનો દારૂ કબજે કરી સપ્લાયર અને રીસીવરની શોધખોળ હાથ ધરી છે. બુટલેગરના નવા કિમિયાને જોઈ પોલીસ પણ ચોકી ઉઠી હતી અને એક એક ડબ્બામાંથી દારૂ કાઢવામાં કલાકો સુધી ભારે જેહેમત ઉઠાવી પડી હતી. રાજકોટ શહેર PCB ટીમ પેટ્રોલીંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે, ડેબર રોડ પર રાજકોટ ફાટક પાસે શ્યામ ટ્રાન્સપોર્ટ એજન્સીમાં પાર્સલમાં બુટલેગર દ્વારા વિદેશી દારૂનો જથ્થો મોકલવામાં આવ્યો છે. જેથી સ્થળ પર પહોંચી તપાસ કરી અને પોલીસે પાર્સલમાં શું છે પૂછતા ફેસ પેક સ્કીન કેર પ્રીપેરેશન જેલ હોવાનું બિલમાં ઉલ્લેખ કરાયો હતો. પરંતુ પોલીસને શંકા જતા ખોલી ચેક કર્યું હતું. જેમાં એક બોક્સની અંદર ૧૨ પતરાના ડબ્બા ભરાયેલા હતા અને ડબ્બાને હાથમાં લઈ જોતા અંદર શંકારસ્પદ વસ્તુ હતું. જેથી પોલીસે સ્થળ પર ડબ્બાને તોડી જોતા અંદરથી વિદેશી દારૂના ૩ ચપલા મળી આવ્યા હતા.
ફેસ પેક રિસ્ કેર પ્રીપેરેશન જેલ નામથી આવેલા તમામ પાર્સલ બોક્સ પોલીસ સ્ટેશન લાવી ચેક કરતા તમામની અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ૨.૬૫ લાખ કિંમતના ૯૨ નંગ ચપલા મળી આવતા પોલીસે ખોટા બિલ બનાવી ખોટા પાર્સલ મારફત દારૂ ઘુસાડવા બદલ ગુનો નોંધી દારૂના જથ્થાના સપ્લાયર અને રીસીવરની શોધખોળ હાથ ધરી છે.રાજકોટ PCB ટીમ દ્વારા અગાઉ પાર્સલમાં આવેલા દારૂ ઘણી વખત ઝડપી પાડવામાં આવ્યો છે પરંતુ આ વખતે પાર્સલમાં પણ પોલીસ પકડી નહિ શકે તેવું વિચારી બુટલેગર દ્વારા ટેકનિકનો ઉપયોગ કરી ડબ્બામાં દારૂ ભરી તેમાં ભુસુ ભરી અને દારૂ દેવામાં આવ્યો હતો જેથી તેને બહારથી હાથમાં લઈ કદાય હલાવવામાં આવે તો પણ દારૂ છે તેનો ખ્યાલ ન આવે.
આ પછી જે રીતે કોઈ કલર કેમિકલના ડબ્બાને પેક કરવામાં આવે એ રીતે બન્ને સાઈડથી મશીનો ઉપયોગ કરી પ્રેર સાર સાથે દારૂ ભરેલા ડબ્બા પેક દેવામાં આવ્યા હતા જેને જોલતા ખોલતા પોલીસને પણ પરસેવો છૂટી ગયો હતો અને કલાકોની જેહેમત બાદ ડબ્બામાંથી દારૂ બહાર કાઢવામાં આવ્યો હતો.