Loading Please Wait !!!
મહિલાના ખાતામાં 5 લાખ ભાજપ આગેવાને પોતાના ખાતામાં ટ્રાન્સફર કરતા મહિલાનો આપઘાતનો પ્રયાસ કર્યો!

  • BSNLના પૂર્વ કર્મચારીના આપઘાત બાદ પુત્રના સનસનીખેજ આરોપો
  • પિતાએ વ્યાજખોરોના ત્રાસથી 22મી ફેબ્રુઆરીએ આપઘાત કરી દીધો હતો
  • સફાઈ કામદાર કપિલ વાઘેલા સાથે મુકેશ પરમાર 10% વ્યાજે ધંધો કરતા હોવાનો આક્ષેપ
સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં વ્યાજખોરોના કથિત ત્રાસને કારણે આત્મહત્યાના બનાવો વધી રહ્યા હોવાના દાવા વચ્ચે વધુ એક ગંભીર મામલો સામે આવ્યો છે. સિટી ન્યૂઝની મુલાકાતે આવેલા અજય જગદીશ વાણિયાએ તેમના પિતાના મોતને લઈને કેટલાક લોકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે.

અજય વાણિયાના જણાવ્યા મુજબ, તેમના પિતા જગદીશભાઈ વાણિયા BSNLના પૂર્વ કર્મચારી હતા. તેમણે ૧૭ ફેબ્રુઆરીએ ઝેરી દવાથી લીધી હતી અને સારવાર દરમિયાન ૨૨ ફેબ્રુઆરીએ તેમનું મોત થયું હતું. પુત્રનો આક્ષેપ છે કે ઊંચા વ્યાજે લીધેલા નાણાંની વસૂલાત માટે કેટલાક લોકો દ્વારા તેમના પિતાને કથિત રીતે મારકૂટ, શારીરિક અને માનસિક ત્રાસ તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. આ કથિત ત્રાસને કારણે જ તેમના પિતાએ આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનો દાવો અજય વાણિયાએ કર્યો છે.

અજય વાણિયાએ કેટલાક કથિત વ્યાજખોરોના નામ પણ રજૂ કર્યા છે. તેમના આક્ષેપ મુજબ પરશાળાન્ગર શેરી નં. ૧૩, જ્યોતિપાર્ક વિસ્તારમાં રહેતા સામેશ રાઠોડ પાસેથી રૂ. ૩ લાખ ૧૦ ટકા વ્યાજે લેવામાં આવ્યા હતા અને બાદમાં વ્યાજ તથા પેનલ્ટી સહિત રૂ. ૬ લાખની ઉઘરાણી કરવામાં આવતી હોવાનો દાવો કર્યો છે.

આ ઉપરાંત રાજનગર ચોક વિસ્તારમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા પાસે ૨૫ તોલા સોનું ૫ ટકા વ્યાજે ગીરો મૂક્યું હોવાનું અને જહાલ હોટલ નજીક પ્લેટલાઆપા વાળા વિઠ્ઠલ ભરવાડ પાસે ૧૫ તોલા દાગીના ૫ ટકા વ્યાજે ગીર્વે રાખ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. શ્યામ રાજેશ સોલંકી સહિત અન્ય લોકોના કથિત ત્રાસ અંગે પણ પોલીસમાં અરજી કરવામાં આવી હોવાનો અજય વાણિયાનો દાવો છે.

અજય વાણિયાએ વોર્ડ નંબર-૩ના સફાઈ કામદાર કપિલ વાઘેલા સામે પણ વ્યાજે નાણાં આપવાના આક્ષેપ કર્યા છે. કપિલ વાઘેલા ભાજપના સ્થાનિક અગ્રણી મુકેશ શામજી પરમાર સાથે મળીને કામ કરતા હોવાનો પણ અજય વાણિયાએ દાવો કર્યો છે.

આ સાથે અજય વાણિયાની માતા સાથે જોડાયેલા બનાવ અંગે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. અજયના જણાવ્યા મુજબ, તેમની માતાએ ૧૨ ઓગસ્ટે વ્યાજખોરોના કથિત ત્રાસથી ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

અજયનો વધુ આક્ષેપ છે કે તેમની માતાના ખાતામાં રૂ. ૫ લાખ જમા થયા બાદ મુકેશ પરમારે તે રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી. આ મામલે અજય વાણિયાએ મુકેશ પરમારના બેંક ખાતાની વિગતો પણ જાહેર કરી હોવાનો દાવો છે.