ભક્તિના રંગે રંગાશે રાજકોટ
- “સુદર્શન ચકધારી કા સંદેશ, નશા મુક્ત રહે સારા દેશ”
- વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની 41મી ભવ્ય શોભાયાત્રાનું આયોજન
- 4 સપ્ટેમ્બરે મવડી ચોકડીએ સવારે 8:00 કલાકે ભવ્ય ધર્મ સભા યોજાશે ત્યારબાદ 8:30 કલાકે શોભાયાત્રા પ્રારંભ થશે અને અંદાજે 3:30 કલાકે પેડક રોડ પર બાળક હનુમાન મંદિરે પાસ થાત્રા નું સમાપન થશે
સિટી ન્યૂઝ@રાજકોટ
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ-રાજકોટ દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ૪૧મી ભવ્ય ધર્મસભા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૪ સપ્ટેમ્બરે રાજકોટ શહેરમાં નીકળનારી આ શોભાયાત્રા ભક્તિ, સંસ્કૃતિ અને સામાજિક એકતાના સંદેશ સાથે શહેરને કૃષ્ણમય બનાવશે.
શોભાયાત્રા પૂર્વે સવારે ૮ વાગ્યે મવડી ચોકડી ખાતે ધર્મસભા યોજાશે. જેમાં ઝીરસરા ગુરુકુલના ભક્તિ પ્રકાશદાસજી સ્વામી આશીર્વચન આપશે. ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાજકોટ મહાનગરના કાર્યવાહ ડૉ. આશિષ શુક્લા સંબોધન કરશે. વિહિપના કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય પ્રવક્તા શંકરભાઈ ગાયકર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી હિન્દુ સમાજની એકતા, સંગઠન અને નશામુક્ત ભારત અંગે સંદેશ આપશે.
વૈદિક વિધિ અને મંત્રોચ્ચાર બાદ સવારે ૮:૩૦ વાગ્યે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે. અંદાજે ૩:૩૦ વાગ્યે પેડક રોડ પર પાણીના ઘોડા પાસે આવેલા બાળક હનુમાન મંદિર ખાતે યાત્રાનું સમાપન થશે.
મવડી ચોકડીથી શરૂ થનારી શોભાયાત્રા નાના મોવા ચોકડી, KKV હોલ, રૈયા ચોકડી, કનૈયા ચોક, હનુમાન મઢી, કિશનપરા ચોક, અકિલા ચોક, કુલછાબ ચોક, સદર બજાર, હરિહર ચોક, પંચનાથ મંદિર, લિગડા ચોક, SBS ચોક, ત્રિકોણ બાગ, માલવિયા ચોક, લોધાવાડ ચોક, ગોંડલ રોડ, મડકમ ચોક, નાગરિક બેંક ચોક, ભક્તિનગર ચોક, સોરઠિયાવાડી ચોક, કેવડાવાડી રોડ, કેનાલ રોડ, જિલ્લા ગાર્ડન ચોક,
22 કિલોમીટર લાંબી શોભાયાત્રા દરમિયાન નટખટ કાනුડો અસંખ્ય ભક્તોને દર્શન આપશે
ચુનારાવાડ ચોક, ભાવનગર રોડ, સંત કબીર રોડ, જલગંગા ચોક, ગોવિંદબાગ મેઈન રોડ અને પેડક રોડ થઈ બાળક હનુમાન મંદિરે પહોંચશે.
આ ૨૨ કિમી લાંબી શોભાયાત્રામાં ભગવાન શ્રીકૃષ્ણના વિવિધ સ્વરૂપોની ઝાંખીઓ, બાળલીલા, જીવનદર્શન અને ભારતીય સંસ્કૃતિના સંદેશ રજૂ કરવામાં આવશે. ઠેર-ઠેર ધર્મપ્રેમી ભક્તો દ્વારા ફૂલહાર, ઠંડા પીણા તથા વિવિધ સેવાઓથી યાત્રાનું સ્વાગત કરવામાં આવશે.
શોભાયાત્રાના મુખ્ય રથ પર ભગવાન શ્રીકૃષ્ણનું દિવ્ય સ્વરૂપ બિરાજમાન રહેશે. મુખ્ય રથને નશામુક્ત ભારતની થીમ પર તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ માધ્યમથી યુવાનો સહિત સમગ્ર સમાજને વ્યસનમુક્તિનો સંદેશ અપાવવામાં આવશે.
રાધેશ્યામ ગૌશાળા, બોલબાલા ટ્રસ્ટ સહિતની વિવિધ સંસ્થાઓ અને યુવા મંડળો દ્વારા ધાર્મિક, સાંસ્કૃતિક તથા સામાજિક સંદેશ આપતા અનેક ફ્લોટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જીવંત ઝાંખીઓ, રાધા-કૃષ્ણના વિવિધ સ્વરૂપો, દ્વારકાધીશ મંદિરની પ્રતિકૃતિ, ગાયત્રી યજ્ઞ સહિતના ફ્લોટ્ર્સ શોભાયાત્રાનું આકર્ષણ બનશે. વિવિધ જ્ઞાતિ અને સમાજના મંડળો પરંપરાગત વેશભૂષા સાથે જોડાશે.
શોભાયાત્રામાં રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી ટ્રક, મેટાડોર, બોલેરો સહિતના વિવિધ વાહનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. બજરંગ સાગરની શાખા સક્રિય ન થાય ત્યાં સુધી સંકલન કરી સમય રૂટ પર ભીડ નિયંત્રણ, ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા સંભાળશે.
દુર્ગાવહિની તથા માતૃશક્તિની બહેનો દ્વારા યાત્રામાં જોડાનારા ભક્તોનું કંકુ-ચોખાથી સ્વાગત કરવામાં આવશે. મંડળોના આગેવાનોનું ૨સ અને પુષ્પહારથી સન્માન કરવાની પણ વ્યવસ્થા રહેશે.
જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા કેટલાક સમયથી શહેરના વિવિધ વિસ્તારોમાં લતા સુશોભન, ફ્લોટ સુશોભન, ગોપી-કૃષ્ણ સ્પર્ધા, સૂત્ર સ્પર્ધા તથા અન્ય આયોજન માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કેસરી ધ્વજ, પતાકા અને સુશોભન સામગ્રીથી વાતાવરણ કૃષ્ણમય બનાવવામાં આવી રહ્યું છે.
ધર્મસભા અને શોભાયાત્રામાં વિવિધ સંતો-મહંતો તથા રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના છે. જન્માષ્ટમી મહોત્સવ સમિતિએ રાજકોટના ધર્મપ્રેમી નાગરિકો, વિવિધ સમાજો, સંસ્થાઓ અને પરિવારજનોને મોટી સંખ્યામાં જોડાઈ શ્રીકૃષ્ણના વિવિધ સ્વરૂપોની ઝાંખીઓ લાભ લેવા જાહેર આમંત્રણ આપ્યું છે.