Loading Please Wait !!!
રાજકોટમાં તહેવારોમાં ગરીબોને ખાંડ નહીં મળે

ગુજરાતમાં 2 લાખ ગરીબો જન્માષ્ટમી-દિવાળીમાં ખાંડથી વંચિત રહેશે
રાજ્યના 17 હજારમાંથી 35% સસ્તા-અનાજના દુકાનદારો ઈ-ચલણ ભરી ન શકતા મુશ્કેલી સર્જાઈ

સિટી ન્યૂઝ@રાજકોટ

ગુજરાતમાં હાલ એક તરફથી ખાંડના ભાવ બમણા થતા લોકોના જીવનમાં કડવાશ ફેલાઈ છે, ત્યારે રાજ્યના ૨ લાખથી વધુ ગરીબ રાશનકાર્ડ ધારકોને જન્માષ્ટમી અને દિવાળીમાં ખાંડ ચાખવા નહીં મળે કારણ કે રાજ્યની ૧૭ હજારમાંથી ૩૫% દુકાનદારોએ ખાંડ મેળવવા માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ઈ ચલણ ભરી શક્યા નથી. જેથી સપ્ટેમ્બરમાં આવતા તહેવારોમાં રાજકોટની ૭૦૦માંથી ૨૫૦થી વધુ સસ્તા અનાજની દુકાનોમાં ખાંડ નહીં મળે. એક દુકાનમાં ખાંડ મળશે અને અન્ય દુકાનમાં ખાંડ નહીં મળે તો ગ્રાહકો વેપારીઓ સાથે ગજરાગ્રહ કરશે. જેથી

ગુજરાતનું ફેર પ્રાઈર્ડ શોપ એસો.ના હોદ્દેદારો ગરીબોને ખાંડ વિતરણ માટે આપતીકાલે પુરવઠા નિયામક ગૌરવ પારધી અને સચિવ શાહિદ મહમદને આવેદન આપી રજૂઆત કરશે.ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ એસોસિએશનના મહામંત્રી હિતુબા જાડેજાએ જણાવ્યું હતું કે, કોઇપણ માસ માટે જ્યારે ખાંડનું વિતરણ કરવાનું હોય છે ત્યારે તેના ૧૫ દિવસ પહેલા પરમીટ અપાયી, ચલણ જનરેટ કરવું, પૈસા ભરવા અને ગોડાઉનથી દુકાન સુધી જથ્થો પહોંચતો હોય છે. આ જ રીતે સપ્ટેમ્બર માસ માટે ૨૧થી ૨૫ ઓગસ્ટ દરમિયાન ખાંડ વિતરણ માટે પૈસા ભરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. જોકે ટૂંકી મુદતના

કારણે ગુજરાત રાજ્યના ૩૫% શોપધારકો ચલણ ભરી ન શક્યા. જે બાદ રાશન વિતરણ માટે ચલણ જનરેટ કરવાની મુદતમાં એક્સ્ટેન્શન આપવામાં આવ્યું અને તે તારીખ ૨૫થી ૩૧ ઓગસ્ટ રાખવામાં આવી પરંતુ તેમાં આંકડેને બાકાત રાખવામાં આવી. 'રાજ્ય સરકાર પોતાની કલ્યાણકારી યોજનાઓ દ્વારા દાળ, મીઠું, ચણા, તેલ અને ખાંડનો જથ્થો પૂરો પાડતી હોય છે. ખાંડના ભાવ જ્યારે બે ગણાથી વધુ વધી ગયા છે ત્યારે અમે એવું માનીએ છીએ કે સરકારે ખાંડનું રેશનીંગ કરવું જોઈએ. એટલે કે સસ્તા દરે લોકોને ખાંડ આપવી જોઈએ. હાલ અંત્યોદય યોજનાના લાભાર્થીઓને રૂ.૨૧માં તો બીપીએલ લાભાર્થીઓને રૂ.૨૨માં ખાંડ

વિતરણ કરવામાં આવે છે.' જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં જન્માષ્ટમી અને દિવાળીના તહેવારો આવી જઈએ છે ત્યારે જે ગરીબ રાશનકાર્ડ ધારકો છે તેમના મોઢેથી સરકાર ખાંડ ઝૂંટવી રહી હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ શહેરમાં ૧૭૫ સહિત જિલ્લામાં ૭૦૦ સસ્તા અનાજના દુકાનદારોને ત્યાંથી ખાંડનું વિતરણ કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં અઢી લાખમાંથી અંદાજે ૫૦ હજાર જેટલા રાશનકાર્ડ ધારકો ખાંડથી વંચિત રહેશે. અમારા જાણવા પ્રમાણે ગોડાઉન ખાતે પૂરો જથ્થો પડેલો છે કે જેથી રાજકોટ શહેર અને જિલ્લામાં સો ટકા દુકાનદારોને ત્યાં ખાંડ વિતરણ કરી શકાય.