Loading Please Wait !!!
રાજકોટમાં રસ્તાના કામના સ્થળે લગાવી પડશે તક્તી

હવે રોડના કામમાં નહીં ચાલે ગોલમાલ: મેયર નેહલ શુકલએ લીધો નિર્ણય
 
રોડ રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટરનું નામ, ફોન નંબર સાથેની સ્થળ પર તક્તી લગાવવી હવે ફરજિયાત: કામના સ્થળે જ મળશે સંપૂર્ણ માહિતી

સિટી ન્યૂઝ@રાજકોટ

શહેરના રોડ-રસ્તાના વિકાસ કામોમાં પારદર્શિતા વધારવા અને નાગરિકોને સીધી માહિતી ઉપલબ્ધ કરાવવાના હેતુથી રાજકોટ મહાનગરપાલિકામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યાનું સામે આવ્યું છે. મેયર ડૉ. નેહલ શુકલના નેતૃત્વ હેઠળ રોડ અને અન્ય વિકાસ કામો કરતા કોન્ટ્રાક્ટરોએ હવે કામના સ્થળે જરૂરી વિગતો દર્શાવતી માહિતી તક્તી લગાવવી ફરજિયાત બનશે.

આ નિર્ણયનો મુખ્ય હેતુ એ છે કે શહેરના સામાન્ય નાગરિકને કોઈ રોડનું કામ કોણ કરી રહ્યું છે, કામ ક્યારે શરૂ થયું, ક્યારે પૂર્ણ થવાનું છે અને કામની ગુણવત્તા અંગે ફરિયાદ ક્યાં કરવી તેની સ્પષ્ટ માહિતી સ્થળ પર જ મળી રહે. અત્યાર સુધી ઘણા વિસ્તારોમાં રોડનું કામ શરૂ થઈ જાય છતાં કોન્ટ્રાક્ટર, સમયમર્યાદા અથવા જવાબદાર એજન્સી અંગે નાગરિકોને પૂરતી માહિતી સરળતાથી મળતી ન હોવાની ફરિયાદો થતી રહી છે.

નવા નિયમ મુજબ રોડ-રસ્તાના કામના સ્થળે લગાવવામાં આવતી માહિતી તક્તીમાં કોન્ટ્રાક્ટરનું નામ અને સંપર્ક નંબર સ્પષ્ટ રીતે દર્શાવવામાં રહેશે. તેની સાથે કામ પૂર્ણ કરવાની નિર્ધારિત સમયમર્યાદા, ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ તથા રાજકોટ મહાનગરપાલિકાના ટોલ-ફ્રી નંબર સહિતની મહત્વપૂર્ણ વિગતો પણ દર્શાવવામાં રહેશે. આ વ્યવસ્થાથી નાગરિકોને કોઈપણ રોડના કામ અંગે માહિતી મેળવવા માટે અલગથી મહાનગરપાલિકાની કચેરીના ધક્કા જાવવાની જરૂરિયાત ઓછી થઈ શકે છે. રોડનું કામ કેટલા સમયગાળામાં પૂર્ણ થવાનું છે તે જાણકારી જાહેર થતાં લાંબા સમય સુધી અટકી રહેલા કામો અંગે પણ લોકો સીધો સવાલ ઉઠાવી શકશે.

મળતી વિગતો મુજબ, માત્ર તક્તી લગાવવાથી પ્રક્રિયા પૂર્ણ ગણાશે નહીં. તક્તી લગાવ્યા બાદ તેનો ફોટો પણ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર અપલોડ કરવાનો રહેશે. આ વ્યવસ્થાથી મેદાન પરની માહિતી અને ડિજિટલ રેકોર્ડ વચ્ચે પણ પારદર્શિતા જાળવવાનો પ્રયાસ કરવામાં આવશે. શહેરમાં રોડનું કામ સમયસર પૂર્ણ ન થવું અથવા કામ પૂર્ણા થતા બાદ થોડા સમયમાં જ રોડમાં ખાડા પડવાની ફરિયાદો સમયાંતરે સામે આવતી રહે છે. આવી સ્થિતિમાં સામાન્ય નાગરિકને જવાબદાર કોન્ટ્રાક્ટર કોણ છે અને ફરિયાદ ક્યાં કરવી તે અંગે ઘણી વખત સ્પષ્ટતા રહેતી નથી. નવી માહિતી તક્તીની વ્યવસ્થાથી આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કોઈ કામમાં અનાવશ્યક વિલંબ થાય અથવા ગુણવત્તા અંગે પ્રશ્ન ઊભો થાય તો સ્થાનિક લોકો તક્તી પર દર્શાવેલી માહિતીના આધારે કોન્ટ્રાક્ટર અથવા મહાનગરપાલિકા સમક્ષ ફરિયાદ કરી શકશે. આ નિર્ણયથી જવાબદારી નક્કી કરવાની દિશામાં પણ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. કોઈ રોડ ખરાબ બને તો જવાબદારી માત્ર એક સામાન્ય તંત્ર પર ઢોળવાને બદલે ચોક્કસ કામ અને તેની જવાબદાર એજન્સીની નાગરિકો સામે ઉપલબ્ધ રહેશે. નવા નિયમોમાં મહત્વપૂર્ણ ભાગ ડિફેક્ટ લાયબિલિટી પિરિયડની વિગતો જાહેર કરવાનો છે. કોઈપણ બાંધકામ કે રોડના કામમાં નક્કી કરાયેલા કલર મુજબ નિશ્ચિત સમયગાળા સુધી ખામી સામે કોન્ટ્રાક્ટરની જવાબદારી રહેતી હોય છે.

શહેરમાં વિકાસ કામોમાં વધશે પારદર્શિતા ?

મેયર ડૉ. નેહલ શુકલે તાજેતરમાં વિકાસ કામો અને તેમની સમીક્ષા બાબતે કડક વલણ અપનાવવું હોવાનું પણ અગાઉના અહેવાલોમાં સામે આવ્યું હતું. જૂના અને દીમી ગતિએ ચાલતા કેટલાક વિકાસ કામોની સમીક્ષા અંગે પણ ચર્ચા થઈ હતી. હવે રોડના કામના સ્થળે જ કોન્ટ્રાક્ટર અને કામની સંપૂર્ણ વિગતો જાહેર કરવાની વ્યવસ્થા અમલમાં આવે તો શેહેરીજનોની ભાગીદારી પણ વધવાની શક્યતા છે. નાગરિકો માત્ર રોડ બનતો જોયાને બદલે તેના ખર્ચ, સગય અને જવાબદારી અંગે પ્રશ્નો પૂછી શકશે. જોકે, આ નિર્ણયની સાચી અસર તેના અસરકારક અમલ પર નિર્ભર રહેશે. દરેક કામના સ્થળે એક્સરસી અને સ્પષ્ટ માહિતી સાથે તક્તી લગાવવામાં આવે, માહિતી સમયસર અપડેટ થાય અને ફરિયાદો પર ઝડપી કાર્યવાહી કરવામાં આવે તો આ પહેલા નાગરિકો માટે ખરેખર ઉપયોગી બની શકે છે.

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ ટેન્ડર દસ્તાવેજોમાં પણ ડિફેક્ટ લાયબિલિટી સંબંધિત જોગવાઈઓ જોવા મળે છે. હવે આ સમયગાળાની માહિતી કામના સ્થળે જાહેર કરવાથી નાગરિકોને ખબર પડશે કે રોડમાં કોઈ ખામી સર્જાય તો તે સમય દરમિયાન કોની જવાબદારી બને છે. મળતી માહિતી મુજબ ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ દરમિયાન માહિતી તક્તીની જાળવણીની જવાબદારી પણ સંબંધિત કોન્ટ્રાક્ટરની શિરે રહેશે. આ જોગવાઈ ખાસ કરીને મહત્વપૂર્ણ છે કારણ કે ઘણી વખત રોડનું કામ પૂર્ણ થયા બાદ થોડા જ સમયમાં ટૂટફૂટ અથવા ખાડાની ફરિયાદો સામે આવતી હોય છે. ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ સ્પષ્ટ રીતે દર્શાવવાથી જવાબદારી અંગેની અસ્પષ્ટતા ઓછી થઈ શકે છે.