Loading Please Wait !!!
દુનિયાભરમાં અંધાધૂંધીનો ખતરો : યુધ્ધ ચાલુ જ છે : ટ્રમ્પ

  • સંસદમાંથી મંજૂરી ટાળી, પ્રસ્તાવ રદ્દ થવાનો ડર

સિટી ન્યૂઝ@નવીદિલ્હી : અમેરિકા પહેલીવાર ઈરાન વિરુદ્ધ હાઈપરસોનિક મિસાઈલોનો ઉપયોગ કરી શકે છે. અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના કમાન્ડરે રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઈરાન વિરુદ્ધ સંભવિત હુમલો કરવાના વિકલ્પોની જાણકારી આપી છે.ફોક્સ ન્યૂઝ અનુસાર, એડમિરલ બ્રેડ કૂપરે વ્હાઇટ હાઉસના સિચ્યુએશન રૂમમાં ટ્રમ્પ સાથેની બેઠકમાં આ વિકલ્પો રજૂ કર્યા. તેમાં જણાવાયું હતું કે જો ટ્રમ્પ ફરીથી હુમલો કરવાનો નિર્ણય લે છે, તો એક નાનો પણ ખૂબ શક્તિશાળી હુમલો કરી શકાય છે. રિપોર્ટ અનુસાર, આ હુમલામાં ઈરાનની બાકી રહેલી સૈન્ય તાકાત, તેના નેતાઓ અને મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર)ને નિશાન બનાવી શકાય છે.રક્ષા મંત્રાલય કેટલાક નવા અને એડવાન્સ હથિયારોનો ઉપયોગ કરવા પર પણ વિચાર કરી રહ્યું છે. આમાં ડાર્ક ઇગલ નામની હાઈપરસોનિક મિસાઈલ પણ સામેલ છે. આ મિસાઈલ લગભગ 2,000 માઈલ દૂર સુધી નિશાન સાધી શકે છે અને ઈરાનના બાકી રહેલા બેલિસ્ટિક મિસાઈલ લોન્ચરોને ટાર્ગેટ કરી શકે છે.ટ્રમ્પે ઈરાન યુદ્ધની મંજૂરી માટે સંસદમાં પ્રસ્તાવ રજૂ કરવાનો ઈરાદો હાલ પૂરતો ટાળી દીધો છે. યુદ્ધના 60 દિવસનો સમય પૂરો થયા બાદ તેને ચાલુ રાખવા માટે 1 મેના રોજ પ્રસ્તાવ રજૂ કરવાનો હતો.રક્ષા મંત્રી પીટ હેગસેથે ગુરુવારે સંસદમાં કહ્યું કે રાષ્ટ્રપતિને 60 દિવસથી વધુ યુદ્ધ ચાલુ રાખવા માટે સંસદની મંજૂરી લેવાની જરૂર નથી. તેમનું કહેવું હતું કે ઈરાન સાથે જે સીઝફાયર (યુદ્ધવિરામ) થયું છે, તેનાથી આ 60 દિવસની સમય મર્યાદા અટકી ગઈ છે.અમેરિકા-ઈરાન યુદ્ધ 7 એપ્રિલે અટકી ગયું હતું. તેનો અર્થ એ છે કે આ યુદ્ધ લગભગ 40 દિવસ ચાલ્યું.