Loading Please Wait !!!
મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ કેરળની કેગ્રિયાના શિરે

  • જયપુરમાં ફિનાલે : સુષ્મિતા સેન, ઉર્વશી રૌતેલા અને સેલિના જેટલી ‘જજ’ તરીકે સેવા આપી હતી
  • કેગ્રિયા લિજ-કેરળ (વિનર), વૈષ્ણવી ગણેશા-તમિલનાડુ (પ્રથમ રનર-અપ), અનુશ્રી સાતવલેકર-ગુજરાત (સેકન્ડ રનર-અપ)
  • ગુજરાતની અનુશ્રી ત્રીજા નંબરે આવી

મિસ યુનિવર્સ ઈન્ડિયા ૨૦૨૬ સ્પર્ધાનો ગ્રાન્ડ ફિનાલે રવિવાર, ૨૩ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ ગુલાબી શહેર જયપુરમાં યોજાયો હતો. આ સ્પર્ધામાં બાવન સુંદરીઓએ ભાગ લીધો હતો. ટોચના પાંચ ફાઇનલિસ્ટમાં તમિલનાડુની વૈષ્ણવી, ગુજરાતની અનુશ્રી સાતવલેકર, મહારાષ્ટ્રની તેજસ્વિની શ્રીવાસ્તવ, કેરળની કેગ્રિયા લિજ માજો અને ઉત્તરાખંડની અનુભા વશિષ્ઠનો સમાવેશ થતો હતો. બપોરે ૨:૫૦ વાગ્યે વિજેતાની જાહેરાત કરવામાં આવી હતી, અને કેરળની કેગ્રિયા લિજ માજોને મિસ યુનિવર્સ ઈન્ડિયા ૨૦૨૬નો તાજ પહેસવવામાં આવ્યો હતો. કેરળની કેગ્રિયા લિજનો સામનો તમિલનાડુની વૈષ્ણવી સાથે થયો, જે તેની સાથે ટોચના બેમાં રહી અને પછી પ્રથમ રનર-અપ બની. ગુજરાતની અનુશ્રી સાતવલેકર સેકન્ડ રનર-અપ, મહારાષ્ટ્રની તેજસ્વિની શ્રીવાસ્તવ થર્ડ રનર-અપ અને ઉત્તરાખંડની અનુભા વશિષ્ઠ ચોથી રનર-અપ રહી.