Loading Please Wait !!!
‘ધૂરંધર’ ફેમ આયેશા ખાને સગાઈ કરી

  • મિસ્ટ્રી મેન સાથે ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરી
  • ચાહકોએ કરણ ઓજ સાથે નામ જોડ્યું

સિટી ન્યૂઝ@મુંબઈ

રણવીર સિંહની બ્લોકબસ્ટર ફિલ્મ ધુરંધરના હિટ ગીત શરારતમાં જોવા મળેલી આયેશા ખાન સગાઈની તસવીરોથી ચર્ચામાં આવી ગઈ છે. એક્ટ્રેસે તાજેતરમાં સોશિયલ મીડિયા પર સગાઈની થીમ જેવી તસવીરો શેર કરી, જેમાં તે ડાયમંડ રિંગ પણ ફ્લોન્ટ કરતી જોવા મળી છે. જોકે, ઘણા ચાહકોનું માનવું છે કે આ તેના કોઈ ગીતનો પબ્લિસિટી સ્ટેટ હોઈ શકે. જ્યારે કેટલાક લોકો તસવીરોમાં દેખાયેલા મિસ્ટ્રી મેનની સરખામણી સિંગર કરણ ઓજલા સાથે કરી રહ્યા છે.આયેશા ખાને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતા લખ્યું છે, 'એક સપનું.' આયેશા ખાનની પોસ્ટમાં રાખી સાવંત, અર્ચના ગૌતમ, રશ્મિ દેસાઈ જેવા સેલેબ્સે તેમને કમેન્ટ કરીને અભિનંદન પાઠવ્યા. રશ્મિએ લખ્યું છે, 'પ્રાર્થના છે કે તારા બધા સપના પૂરા થાય.' જ્યારે અર્ચનાએ આયેશાને શુભેચ્છા પાઠવી.