Loading Please Wait !!!
મગિલાએ આખી જીંદગી ભીખ માંગી, મોત બાદ ઘરમાંથી 30 રૂપિયા ભરેલા કોથળા મળ્યા; 25 લાખ રોકડા મળ્યા

  • મૃત્યુ પછી ઘરના ખૂણે-ખૂણેથી નોટોના ઢગલા નીકળ્યા
  • કર્ણાટકમાં એક વૃદ્ધ ભિક્ષુક મહિલાના અવસાન બાદ તેના ભાડાના ઘરમાંથી પ્લાસ્ટિકની 30થી વધુ કોથળામાં ભરેલા લાખો રૂપિયા રોકડા મળી આવતા સ્થાનિકો દંગ રહી ગયા

સિટી ન્યૂઝ@નવી દિલ્હી


ઉંમર આખી ભીખ માગવામાં વિતાવી દીધી અને મોત પછી ઘરના ખૂણે-ખૂણેથી નોટોના ઢગલા નીકળ્યા! કર્ણાટકના માંડ્યામાં એક વૃદ્ધ ભિક્ષુક મહિલાના અવસાન બાદ તેના ભાડાના ઘરમાંથી પ્લાસ્ટિકની ૩૦થી વધુ કોથળામાં ભરેલા લાખો રૂપિયા રોકડા મળી આવતાં સ્થાનિકો દંગ રહી ગયા છે.

આ કિસ્સો કર્ણાટકના માંડ્યા જિલ્લાના ગુથાલૂ વિસ્તારનો છે. અહીં હૂર ઉમ્ત્રિસા નામની એક વૃદ્ધ મહિલા ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતાં હતાં. હૂર ઉમ્ત્રિસા પોતાની બહેન સાથે ભાડાના ઘરમાં રહેતાં હતાં. બંને બહેનોમાંથી કોઈએ લગ્ન કર્યા ન હતા. તેમની બહેનનું અવસાન આશરે બે વર્ષ પહેલાં થઈ ગયું હતું, ત્યારપછી હૂર ઉમ્ત્રિસા એકલાં જ રહેતાં હતાં.

ઉંમર સંબંધિત બીમારીના કારણે ગઈકાલે જ તેમનું અવસાન થયું હતું. તેમના અવસાન બાદ સ્થાનિક લોકોએ ઘરની તલાશી લીધી તો ૩૦થી વધુ કોથળામાં ભરેલી રોકડ રકમ મળી આવી. કોથળાની અંદર લાખો રૂપિયા રાખેલા હતા, જે જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારબાદ નોટોની ગણતરી શરૂ કરવામાં આવી હતી. કલાકો સુધી ચાલેલી ગણતરી બાદ આશરે ૮ થી ૯ લાખ રૂપિયા ગણાયા હતા, જ્યારે હજુ પણ લગભગ ૨૦ જેટલા કોથળામાં રહેલી સેકન્ડની ગણતરી બાકી છે.

ઘરમાંથી મળેલી રોકડ રકમ હાલ ગુથાલૂ વિસ્તારની એક મજજિદની કસ્ટડીમાં રાખવામાં આવી છે. સમુદાયના અગ્રણીઓએ હૂર ઉમ્ત્રિસાના સંબંધીઓને આ અંગે જાણ કરી દીધી છે. સંબંધીઓ આવ્યા બાદ બાકીના રૂપિયા ગણવામાં આવશે અને ત્યારપછી આ નાણાં કોને સોંપવા તેનો નિર્ણય લેવાશે.