મહારાષ્ટ્રમાં ગણેશમૂર્તિ આગમનની શોભાયાત્રા દરમિયાન પડી જતા બેનાં મોત
- મુંબઈમાં ભુલેશ્વર્યા રાજાની મૂર્તિ વેલ્ડીંગનો સપોર્ટ તૂટવાથી દૂર્ઘટના બની
સિટી ન્યૂઝ@મુંબઈ
મુંબઈમાં 'ભુલેશ્વર્યા રાજા'ની બાવીસ ફૂટ ઊંચી ગણેશમૂર્તિ આગમન વખતની શોભાયાત્રા દરમિયાન પડી જવાથી બે લોકોનાં મોત અને પાંચ લોકો ઘાયલ થવાની દર્દનાક ઘટના શનિવારે રાતે ૧૦ વાગ્યાની આસપાસ બની હતી. આ બાબતે પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં મૂર્તિનો વેલ્ડિંગનો સપોર્ટ તૂટવાથી એ ટૂટી પડી હોવાનું સૂચવવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું કે 'આ દૂર્ઘટનામાં જીવ ગુમાવનાારામાં 'ભુલેશ્વર્યા રાજા'ની પધરામણી કરતા અખિલ ભુલેશ્વર સાર્વજનિક ગણેશોત્સવ મંડળ ટ્રસ્ટના ૩૩ વર્ષના પ્રમુખ સંકેત નેવરો અને મંડળના ૩૦ વર્ષના પદાધિકારી બ્રિજેશ જોશીનો સમાવેશ થાય છે. સંકેતનું મૃત્યુ સારવાર દરમિયાન થયું હતું, જ્યારે બ્રિજેશ છેલ્લી છાતીમાં જારદાર માર લાગતાં તેઓનું દન સ્પોટ મૃત્યુ થયું હતું.
પોલીસે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ નોંધીને વધુ કાર્યવાહી કરી હતી. આ ઘટના શનિવારે રાતે ૧૦ વાગ્યાની આસપાસ દક્ષિણ મુંબઈમાં ભુલેશ્વર્યા જય અંબે ચોક ખાતે હનુમાનજીના નજીક બલરામ મરચન્ટ રોડ પર બની હતી. મંડળના યુવકો હાથપાયાથી મૂર્તિ લાવી રહ્યા હતા. મંડપ પચાસથી ૫૦ મીટર જ દૂર હતો ત્યારે મૂર્તિની પાછળનું વેલ્ડિંગનો સપોર્ટ તૂટી ગયો હતો જેને કારણે એ આગળની બાજુ પડી ગઈ હતી અને દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં ૩૮ વર્ષનો વૈભવ ઘેનંદ, પચીસ વર્ષનો પવન થોર્સિયા, પાંચ વર્ષની લાવણ્યા ગાંગોર, ૭ વર્ષની દિવ્યા ગાંગોર અને ૨૧ વર્ષનો કુણાલ કાશિદ ઘાયલ થયાં હતાં. તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સંકેતે નેવરોને રિલાયન્સ ફાઉન્ડેશનની હરકિસનદાસ હોસ્પિટલમાં લઈ જવાય તો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. બ્રિજેશ જોશી, વૈભવ ઘેનંદ અને પવન થોર્સિયાને ગોકુળદાસ તેજપાલ હોસ્પિટલ લઈ જવાય હતા. ત્યાં ડોક્ટરોએ બ્રિજેશને દાખલ કરતાં પહેલાં તપાસીને મૃત જાહેર કર્યો હતો. ઘાયલ થયેલાં લાવણ્યા ગાંગોર, દિવ્યા ગાંગોર અને કુણાલ કાશિદને જે. જે. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં.
ઘટના બાદ ફાયરબ્રિગેડના કર્મચારીઓ, પોલીસ, એમ્બ્યુલન્સ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના બોર્ડ-ઓફિસરો સ્પોટ પર પહોંચી ગયા હતા. મૂર્તિના ટુકડા થઈ ગયા બાદ પોલીસ અને BMCના અધિકારીઓએ એવું ગિરગામ ચોપાટી પાસેના દક્ષિણમાં વિસર્જન કર્યું હતું.
ભુલેશ્વર્યા રાજાનું આ વર્ષે ૬૩મું વર્ષ હતું. મુંબઈ મંડળનો પયાન ૨૬ ઓગસ્ટે ગણેશમૂર્તિ મંડપમાં લાવવાનો હતો. જોકે પદિ એ ડેટ્સ ફેરફાર કરીને એક અઠવાડિયા પહેલાં એટલે કે બાવીસીમી ઓગસ્ટે એને મંડપમાં પધરાવવાનું નક્કી થયું હતું. મૂર્તિકાર અનિકેત દેસાઈએ આ ભવ્ય મૂર્તિ બનાવી હતી.