આવતીકાલથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં સ્કૂલ ઠીક કરો ગુજરાત અભિયાન શરૂ થશે: ઇસુદાન ગઢવી
- AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ સ્કૂલ ઠીક કરો ગુજરાત અભિયાનની કરી જાહેરાત
- નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે પંજાબની AAP સરકારના શાસનમાં પંજાબ શિક્ષણમાં નંબર 1 રાજ્ય બન્યું: ઇસુદાન ગઢવી
- ગુજરાતના લોકો પોતાના ગામ-શહેરમાં સ્કૂલની વીઝીટ કરી અને સ્કૂલની સમસ્યાના ફોટો વિડિઓ 9512040404 નંબર પર મોકલે: ઇસુદાન ગઢવી
સિટી ન્યૂઝ@અમદાવાદ
શિક્ષણ એવું માધ્યમ છે જેનાથી વ્યક્તિ આગળ વધે છે અને દેશનું નામ રોશન કરે છે. સમાજ, રાજ્ય કે દેશને જો નંબર વન બનાવવો હોય તો શિક્ષણ ખૂબ જ જરૂરી છે. અત્યાર સુધીનો ઇતિહાસ સાક્ષી છે કે જે દેશોએ શિક્ષણને મહત્વ આપ્યું છે, તેમણે જ ખરી પ્રગતિ કરી છે. આમ આદમી પાર્ટીનો મુખ્ય આધાર જ શિક્ષણ અને આરોગ્ય છે. ગરીબ કે મધ્યમ વર્ગનું બાળક ભણી-ગણીને જ્યારે મોટો અધિકારી બનશે, ત્યારે તે આખા પરિવાર, સમાજ અને રાજ્યનું નામ રોશન કરશે. દિલ્હીમાં એટલી ઉત્કૃષ્ટ સરકારી શાળાઓ બની કે અમેરિકાના પ્રમુખના પત્ની પણ તે જોવા ભારત આવ્યા હતા. પંજાબમાં પણ અમારી સરકારે ખેડૂતોને સુવિધાઓ, વીજળી ફી અને મોહલ્લા ક્લિનિક આપવાની સાથે શિક્ષણમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા છે. નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે આજે પંજાબ શિક્ષણ ક્ષેત્રે નંબર વન બન્યું છે, જ્યાં માત્ર ઇમારતો જ નથી બની પણ ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં શિક્ષણ પાછળ રહી ગયું છે એનો મને ખૂબ અફસોસ છે. ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, છતાં દિવસે ને દિવસે સરકારી શાળાઓ સુધારવાની જગ્યાએ બંધ થઈ રહી છે. સરકાર માત્ર 'પ્રવેશ ઉત્સવ' જેવા તાયફાઓ કરીને હાજરી પૂરવવાનું કામ કરે છે. નીતિ આયોગના આંકડા પોતે દર્શાવે છે ગુજરાતમાં શિક્ષણની હાલત અત્યંત ખરાબ છે. રાજ્યમાં આજે લગભગ ૯,૦૦૦ શાળાઓ માત્ર એક જ રૂમમાં ચાલે છે અને ૩,૦૦૦થી વધુ શાળાઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલે છે, જેમાં ૧ લાખથી વધુ બાળકો ભણે છે.
રાજ્યમાં ૨૫,૦૦૦ થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે અને TET/TAT પાસ કરેલા સાડા ત્રણ લાખ જેટલા ઉમેદવારો ભરતીની રાહ જોઈ રહ્યા છે, છતાં સરકાર પ્રવાસી શિક્ષકોથી કામ ચલાવી શિક્ષણનું સ્તર બગાડી રહી છે. ગામડાઓમાં શિક્ષકો ન હોવાના કારણે મધ્યમ વર્ગ અને ખેડૂતો મોંઘવારીના જમાનામાં મજબૂરીવશ પોતાના બાળકોને પ્રાઇવેટ શાળાઓમાં ભણાવવા મજબૂર બન્યા છે. જે નાગરિક હેલ્મેટ ન પહેરે તો સરકાર દંડ કરે છે, પણ ખરાબ શિક્ષણ આપતી સરકારને કોણ દંડ કરશે? ગુજરાતની ૩૦ ટકા શાળાઓમાં શિક્ષકોની અછત કે સુવિધાઓનો અભાવ હોવાથી આમ આદમી પાર્ટી આવતીકાલથી 'સ્કૂલ ઠીક કરો ગુજરાત' અભિયાન શરૂ કરી રહી છે. આ માટે અમે એક હેલ્પલાઇન નંબર ૯૧૨૦૪૦૪૦૪ જારી કરી છે.
જો તમારી આસપાસની શાળામાં શિક્ષકો ન હોય કે મકાન જર્જરિત હોય, તો વિડિઓ બનાવીને આ નંબર પર મોકલો, અમારી ટીમ ત્યાં પહોંચશે. અમે જનતા, સામાજિક આગેવાનો અને અન્ય પક્ષને પણ પક્ષપાત ભૂલી બાળકોના ભવિષ્ય માટે આ અભિયાનમાં જોડાવા અપિલ કરીીએ છીએ. ભાજપ સરકાર શિક્ષકોને કરાવે છે અને અન્ય કામગીરી લાદે છે, પરંતુ હવે કરવાની જરૂર નથી. શિક્ષકોને ૬૦-૬૨ પ્રકારના કામ આપીને શિક્ષણની ધોર જોડી નાંખી. આપણે સૌએ એક થઈને શિક્ષણ માટે અવાજ ઉઠાવવો પડશે. "મોટી મોદી" કરવાની જગ્યાએ હવે આપણે "ગુજરાતી ગુજરાતી" કરવાની જરૂર છે. જો કોઈપણ વ્યક્તિ સ્કૂલની મુલાકાત જાય અને તેના પર કોઈ FIR થાય તો એ વ્યક્તિને કેસ સુપ્રીમ કોર્ટ સુધી આમ આદમી પાર્ટી લડશે. હવે ગુજરાતના લોકોએ જાગવું પડશે અને ગુજરાતના બાળકોના ભવિષ્ય માટે ભાજપના કાર્યકરોએ પણ આ અભિયાનમાં જોડાવું પડશે.