Loading Please Wait !!!
રાજકોટમાં રોગચાળાનું 'રેડ એલર્ટ'!

સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરમાં છેલ્લા એક પખવાડિયાથી સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે મચ્છરજન્ય, ર્તયુજ઼ન્ય અને પાણીજન્ય રોગચાળાનું ત્રિબેટ આક્રમણ થયું છે, આજરોજ જાહેર કરાયેલા મ્યુનિ.વિકલી એપિડેમિક રિપોર્ટ અનુસાર ડેન્ગ્યુનો એક, ટાઈફોઈડનો એક, ઝાડા-ઉલ્ટીના ૩૪૭, તાવના ૧૦૧૭ અને શરદી-ઉધરસના ૧૦૫૪ કેસ સહિત કુલ ૨૪૨૦ કેસ નોંધ્યા છે.

વિશેષમાં મ્યુનિ.આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે રોગચાળો નિયંત્રિત સમગ્ર શહેરમાં ૧,૧૨,૩૭૮ घरोंમાં પોરાનાશક કામગીરી તથા મચ્છરના ઉપદ્રવની ફરિયાદો મળી હોય તેવા ૯૭૪ ઘરોમાં ફોગિંગ કરાયું હતું. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેન ફોરગિંગ મશીન ફોગિંગ કામગીરી કરાઈ હતી. ડેન્ગ્યુ રોગ અટકાયતના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પ્લેક્સ,ઔદ્યોગિક એકકો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની विरुद्ध મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસૂલાતની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૧૨૦૭ પ્રિમાઈસીસ જેમાં બાંધકામ સાઈટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઈન્ડ્‌સ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી વિગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરી રહેણાંકમાં ૨૯૨ અને કોર્મેશિયલમાં ૨૦૩ સહિત કુલ ૪૯૫ને નોટીસ ફટકારાઈ હતી.
  • RMCના શુદ્ધ પાણીના દાવાઓ પોકળ
  • રાજકોટમાં 94 વિસ્તારમાં દૂષિત પાણીનું વિતરણ
  • 6 મહિનામાં 37 સેમ્પલ ફેઈલ, દર મહિને 880 થી વધુ ફરિયાદો
રાજકોટ મનપા દ્વારા શહેરમાં શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી પહોંચાડાવાના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ જ ચિત્ર રજૂ કરે છે. હાલમાં ૧૮ વોર્ડના નાના-મોટા ૯૪ વિસ્તારો એવા છે, જ્યાં રહેવાસીઓને અવારનવાર ગંદુ અને દૂષિત પાણી મળી રહ્યું છે. મનપાના આંકડા મુજબ છેલ્લા ૬ માસમાં બેક્ટેરિયોલોજિકલના ૧૪૮૩, રેસિડ્યુઅલ ક્લોરીનના ૪૭૫૨ અને કેમિકલ સેમ્પલ ૧૮૭ મહીને કુલ ૪૬૧૪૩ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી ૩૭ સેમ્પલ ફેઈલ સાબિત થયા છે. શહેરમાં છેલ્લા ૬ મહિના દરમિયાન દૂષિત પાણી, દુર્ગંધ અને ગટર મિશ્રિત પાણી આવવાની તીવ્ર સમસ્યાઓને લઈને કુલ ૫૩૨૬ ફરિયાદો નોંધાઈ છે. સરેરાશ ગણતરી કરીએ તો દર મહિને આશરે ૮૮૦ કરતા વધુ અને રોજ ૨૬ જેટલી ફરિયાદો મળી રહી છે.

આ વિસ્તારોમાં થયું છે દૂષિત પાણીનું વિતરણ

  • વોર્ડ નં.૨: સુભાષનગર, બહેરોનગ ૨.
  • વોર્ડ નં.૩: પરસાસાબગર, હંસરાજનગર, ગાયકવાડી, જંક્શન પ્લોટ.
  • વોર્ડ નં.૪: સુભાષનગર સોસા., વેલાનાથપરા, અભિરામ પાર્ક, પંચવતી પાર્ક, ગાંધી સ્મૃતિ સોસા., જય જવાન-જય કિસાન સોસા., પ્રજાપતિ, લાલપરી, નરસિંહનગર, શિવનગર, ફુક્કો ક્વાર્ટર, ભગીરથ સોસા.
  • વોર્ડ નં.૫: આર્યનગર, પ્રજાપતિ, સુષરાજનગર, ધનસહગર, શ્યામનગર, આંબા ભગતની શેરી, મથુરનગર, બાલકૃષ્ણ સોસા., ગીરનારી શેરી.
  • વોર્ડ નં.૬: શિવપરા, ગાંધીનગર, પરમેશ્વર સોસા., અંજલી પાર્ક, રવિસરાજપાર્ક, કૈલાસપાર્ક, મુંજડા ગામ, સોગીનગર, પાર્શિદત સોસા.
  • વોર્ડ નં.૧૦: ઋતુવન, ત્રુપતિનગર, મનુમંગલ, શ્યામ વિહાર, શાહિતનગર, રવિપાર્ક.
  • વોર્ડ નં.૧૧: આંબેડકરનગર, કસ્તૂરી રેસિડેન્સી, અંબિકા ટાઉનશીપ, મોટા મવા.
  • વોર્ડ નં.૧૨: લક્ષ્મણ ગીતા, તિરુપતિ, કે.કે.પાર્ક, શનેશ્વર, બાલાજી પાર્ક, જર્કેશ્વર, માધવ, ગોકુલ રેસિડેન્સી.
  • વોર્ડ નં.૧૩: આંબેડકરનગર, જોડિયાઝગાર, રામનગર, અંબાજી ફડવા પ્લોટ.
  • વોર્ડ નં.૧૪: મીલપસ, ગાધજીનગર, ગીતાનગર, ધર્મપંજાબ, વાણીયાવાડી, કોઠારીયા કોલોની, કેવડાવાડી, સોઠીયા પ્લોટ.
  • વોર્ડ નં.૧૫: ખોડિયાપસ, ધુનારાવાડ, ગંગુવાડા, થોરાળા.
  • વોર્ડ નં.૧૬: સાગર સોસા., મેહુલનગર, વિવેકાનંદનગર, મહેશ્કરી, પરસાણા, કીર્તિધામ, મહાત્મા ગાંધી, ગોકુલનગર, પટેલનગર.
  • વોર્ડ નં.૧૭: નારાયણનગર, ધનશ્યામનગર, શ્રીનગર, ઇન્દિરાનગર, હુડકો વિસ્તાર, આશાપુરાપાર્ક, બાબરીયા કોલોની.
  • વોર્ડ નં.૧૮: ભવનાથ પાર્ક, પારસ સોસા., રાધેશ્યામ સોસા., કોઠારીયા સોલવન્ટ, સ્વાતિપાર્ક, બાલાજી પાર્ક, ઈશ્વર પાર્ક, અસોપાલવ પાર્ક.