Loading Please Wait !!!
રાજકોટમાં રોજ 10 હજાર લીટર 'ડુપ્લિકેટ' દૂધ વેંચાઈ છે !

  • સફેદ દૂધના કાળા કારોબારનો પર્દાફાશ; હરીપર ગામેથી 7150 લીટર ભેળસેળિયું દૂધ જપ્ત કરતી રેન્જ સ્કવોડ
  • પોલીસે ઉપલેટામાં દરોડો પાડી દૂધમાં મિલાવટનો પર્દાફાશ કર્યો
  • વનસ્પતિ ઘી, પાઉડરની ભેળસેળ કરતા હોવાનું તારણ; નકલી દૂધના 6 ધંધાર્થી ઝડપાયા
સિટી ન્યૂઝ@રાજકોટ

રાજ્યભરમાં ખાદ્યપદાર્થમાં ચાલતી બેફામ ભેળસેળની ભરમાર અને રાજ્યભરમાં ગાજતી ચકચારી લઠાકાંડ વચ્ચે જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકાના હરીપર મેવસા ગામેથી શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધનો જથ્થો ઝડપાયો હતો. રાજકોટ રેન્જની ટીમે ૬ શક્ષોના ઘર તથા દૂધની ડેરી ઉપર રેઈડ કરી શંકાસ્પદ ભેળસેળયુક્ત ૭૧૫૦ લીટર દૂધ, વનસ્પતિ ઘી, તથા દૂધ બનાવવાનો પાઉડરનો જથ્થો પકડી પાડી નાશ કર્યો હતો. સાથે જ સ્થાનિક તંત્ર પણ ઉંઘતું ઝડપાયું હતું.

રાજકોટ રેન્જની ટીમે જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ વિસ્તારના હરીપર મેવાસા ગામે ધોરાજીના કાથરોટામાંથી 800 લીટર દૂધ ઝડપાયું પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કાથરોટા ગામ ખાતે ભેંસનું દૂધ વેચવાની આડમાં ડુપ્લિકેટ દૂધ બનાવતી મીની ફેક્ટરી ઝડપાઈ હતી. પાટણવાવ પોલીસે મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી બનાવણી દૂધ બનાવવાના ઉપયોગમાં લેવાતી સામગ્રી સહિત કુલ આશરે રૂ.૧.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન કાથરોટા ગામના ભાવેશ ભાઈ નામના યુવકને ઝડપી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રહેતા શંકાસ્પદ દૂધના ધંધાર્થીઓ મેરુ વીરાભાઈ (રહે.રબારીપાણો), હમીરભાઈ કુડા, બઘા બાવનભાઈ ચાવડા, મેરુ બધાઈભાઈ વંશ, રાણા બટુકભાઈ બારાઈ અને બોધાભાઈ નાથાભાઈ વંશના ઘરે રેઈડ કરી રહેણાંક મકાન તથા પાસે આવેલી અલગ-અલગ ડેરીઓમાંથી ચેકિંગ હાથ ધર્યું હતું. જ્યાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાનું ચાલુ હોવાથી શંકાસ્પદ દૂધ ભેગુ કરી આશરે ૭૧૫૦ લીટર દૂધ, વનસ્પતિ ઘી ૧૨૦ કિલો તથા દૂધ બનાવવાનો પાઉડર ૧૫ કિલો મળી આવતા ફૂડ સેફટી વિભાગના અધિકારીઓને ટેલીફોનીક જાણ કરી સ્થળ પર બોલાવતા ફૂડ સેફટી ઓફિસર દ્વારા શંકાસ્પદ દૂધના સેમ્પલો લેવાયા હતા હાલમાં ભેળસેળયુક્ત બનાવટી દૂધ તથા વેજીટેબલ ઘી તથા દૂધ બનાવવાનો પાઉડર માનવ સ્વાસ્થ્ય તથા પર્યાવરણને નુકશાન ન થાય તેવી જગ્યાએ ફૂડ સેફટી ઓફિસર દ્વારા નાશ કરવામાં આવ્યો હતો.
  • માલધારીઓએ કહ્યું મોટી બ્રાન્ડ દૂધની થેલીમાં પણ નેચરલ દૂધ નથી ત્યાં તપાસ કેમ નથી કરતા
ગુજરાતમાં નકલી ચીજ-વસ્તુઓની હામેળમાં હવે જાણે નકલી ભેળસેળિયા દૂધ પણ રાહડો ફાટ્યો હોય તેવો દાટ સર્જયો છે. હું માલધારીનો દીકરો છું અને મારી પાસે ૫૦ જેટલા ઢોર છે, તો તંત્ર માત્ર માલધારીઓ પાછળ જ કેમ પડી ગયું છે? મોટી બ્રાન્ડ્સ પર ગંભીર આરોપ લગાવતા તેઓએ કહ્યું કે, મોટી ફેક્ટરીઓમાંથી જે પાઉડરમાં દૂધ પેક થઈને શહેરોમાં વેચાય છે તેમાં સ્પેશિયલ પાઉડર જ હોય છે, તેમાં કોઈ નેચરલ દૂધ નથી હોતું, તો તંત્ર ત્યાં કેમ તપાસ કેમ નથી કરતું?
  • માલધારી ભાવેશની સનસનીખેજ કબૂલાત
  • હું રાજકોટમાં 800 લીટર અસલી દૂધ સાથે મીક્સ કરીને મોકલતો
ભાવેશભાઈએ દૂધમાં ભેળસેળ કરતા હોવાની બેબાક કબૂલાત કરી જણાવ્યું કે, દૂધની માંગ વધુ હોવાથી છેલ્લા રહી ૩ મહિનાથી અસલી દૂધમાં મિલ્ક પાવડર ભેળવીને તેઓ રોજનું ૨૦૦થી ૩૦૦ લીટર નકલી દૂધ બનાવતા હતા. આ ભેળસેળયુક્ત દૂધને ગામડાના અસલી દૂધ સાથે મિક્સ કરીને રોજિંદુ ૬૦૦થી ૮૦૦ લીટર દૂધ રાજકોટ શહેરમાં મોકલતા હોવાની સનસનીખેજ કબૂલાત ભાવેશભાઈએ ઓન કેમેરા મીડિયાને આપી છે, સાથે જ તેઓએ પોતાનો બચાવ કરતા તંત્ર સામે વેધક સવાલો ઉઠાવ્યા છે.