ગિનીમાં કચરાનો પહાડ ઘસી પડતા 30નાં મોત
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
ગિનીની રાજધાની કોનાકીમાં રવિવારે વહેલી સવારે શહેરના સૌથી મોટા લેન્ડફિલમાં કચરાનો પહાડ ઘસી પડ્યો. આ દુર્ઘટનામાં ૩૦ લોકોના મોત થયા છે. લેન્ડફિલ એવી જગ્યા હોય છે જ્યાં શહેરનો કચરો એકઠો કરીને જમા કરવામાં આવે છે અથવા કમ્પ કરવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે સવારે લગભગ ૨ વાગ્યે શરૂ થયેલા ભારે વરસાદ પછી કચરા ઉપરથી પાણી વહેવા લાગ્યું. જેના કારણે ભૂસ્ખલન થયું અને નજીકની ઝૂંપડીઓ કચમાણ નીચે દબાઈ ગઈ. આ દુર્ઘટનામાં છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને ઘણા ઘરો તબાહ થઈ ગયા છે. કટમાણ નીચે દબાયેલા લોકોને શોધવા માટે સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
આ અકસ્માત દાર એસ સલામના ખુલ્લા કચરા ડમ્પમાં થયો હતો, જે કોનાકીનો સૌથી મોતો લેન્ડફિલ છે. સેના એન્જિનિયરિંગ બટાલિયનના સફાઈ અધિકારી લેફ્ટનન્ટ કર્નલ બાલદ મામાડો બેલોના જણાવ્યા અનુસાર, આ જગ્યાએ રવિવારે બંધ કરવાની હતી. લેન્ડફિલની આસપાસ રહેતા લોકોને જગ્યા ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. આ પછી ઘણા લોકો વિસ્તાર છોડીને ચાલી ગયા, પરંતુ દુર્ઘટના સમયે ઘણા લોકો હજુ પણ ત્યાં હાજર હતા.