Loading Please Wait !!!
ફિશ માર્કેટને નરેન્દ્ર મોદીનું નામ અપાતા વિવાદ

  • સુરત માર્કેટના પ્રમુખે કહ્યું, PMએ માછીમારો માટે અલગ મંત્રાલય બનાવ્યું, કરોડો રૂપિયાની ફાળવણી કરી છે જેના માર્કેટ પર તેમના નામને લઈ વિવાદ કરવો યોગ્ય નથી
  • વેપારીઓએ કહ્યું, શુદ્ધ શાકાહારી PMના નામનો ઉપયોગ કરવો અયોગ્ય
સિટી ન્યૂઝ@સુરત

સુરતના નાનપુરા-લક્કડકોટ વિસ્તારમાં રૂ. ૩.૬૦ કરોડના ખર્ચે નવનિર્મિત ફિશ માર્કેટનું કોઈપણ ઠરાવ વગર જ 'શ્રી નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ' નામ આપી માર્કેટ પર બોર્ડ લગાવી દેવાતા વિવાદ થયો છે. ફિશ માર્કેટના એક વેપારીએ કહ્યું કે, વડાપ્રધાન શુદ્ધ શાકાહારી છે તો આ માર્કેટ સાથે તેનું નામ જોડવું યોગ્ય નથી. જ્યારે માર્કેટના અધ્યક્ષે કહ્યું કે, PMએ માછીમારો માટે અલગ મંત્રાલય બનાવ્યું અને કરોડો રૂપિયાની ફાળવણી કરી છે. જેથી માર્કેટ પર તેમના નામને લઈ વિવાદ કરવો યોગ્ય નથી.ફિશ માર્કેટના અગ્રણી સુરેન્દ્ર લશ્કરીએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે, તેઓ શુદ્ધ શાકાહાર છે અને ક્યારેય સી-ફૂડનું સેવન નથી કર્યું. આવા માંસાહારી માર્કેટ પર તેનું નામ લગાવવું યોગ્ય નથી.અમે ક્હાર-માછી સમાજમાંથી આવીએ છીએ અને જો અહીં ક્હાર-માછી સમાજનું નામ આપવામાં આવે તો કોઈને વાંધો નથી. આ નામકરણ એસોસિએશનના પ્રમુખ કલ્પેશ નવસારીવાલા દ્વારા પોતાની મનમાની અને જોર-જબરદસ્તી કરવામાં આવીયું છે. અમારી સ્પષ્ટ માંગ છે કે વડાપ્રધાનની છબી ખરડાય નહીં તે માટે આ બોર્ડ તાત્કાલિક ઉતારવામાં આવે અને ક્હાર-માછી સમાજના નામે જ માર્કેટનું વિધિવત લોકાર્પણ કરવામાં આવે.સુરત મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ કલ્પેશ નવસારીવાલાએ જણાવ્યું કે, અમે અહીં ગેરકાયદેસર વેચાણ નથી. પીઓગ ગોદીએ મત્સ્યસંપદા યોજના અંતર્ગત માછીમારો કરોડો રૂપિયાનું અલગ મંત્રાલય બનાવ્યું છે. સુરત મનપાના ઠરાવ મુજબ જ માર્કેટ શરૂ કરવામાં આવ્યું છે.
 
વેપારીઓએ રૂ. ૪૩ લાખ ડિપોઝીટ ભરી છે અને ૬ મહિનાનું એડવાન્સ ભાડું આપ્યું છે. ભાજપ નેતાઓના પ્રયાસથી જ આ માર્કેટ બન્યું છે. અમે આ બોર્ડ ઉતારવા દેશું નહીં.સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી ફિશ માર્કેટનું નામાભિધાન કરવા માટે સાંસ્કૃતિક સમિતિ કે સામાન્ય સભામાં સત્તાવાર ઠરાવ કરવો જરૂરી છે. પરંતુ, અત્યાર સુધી કોઈ ઠરાવ ન થયો હોવાનું સામે આવ્યું છે. સુરત મનપાના સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેરે રાજેશ ગાંગવાલાએ જણાવ્યું કે, બારોબાર નામકરણ કરી બોર્ડ લગાવવાની જાણ થતાં અમારી ટીમ બોર્ડ દૂર કરવા ગઈ હતી. પરંતુ, સ્થાનિક વેપારીઓએ જાતે જ બોર્ડ દૂર કરવાની ખાતરી આપતા ટીમ પરત ફરી હતી.લક્કડકોટ ખાતે તૈયાર થયેલી આ ફિશ માર્કેટનો ઇતિહાસ પણ વિવાદોથી ભરેલો રહ્યો છે. મનપાના સત્તાવાર બજેટ દસ્તાવેજોમાં આ પ્રોજેક્ટનો ઉલ્લેખ Construction of fish market at Lakkadkot near Nanpura in Central Zone તરીકે કરાયો હતો. વર્ષ ૨૦૧૮માં કામગીરી શરૂ થયા બાદ નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીના વાંધાને કારણે ૨૦૨૦માં બાંધકામ અટકી પડ્યું હતું. ત્યારબાદ રિવાઈઝ્ડ NOC મેળવી કોલ્ડ સ્ટોરેજ સહિતની સુવિધાઓ સાથે માર્કેટ આખરે તૈયાર થયું હતું.

  • ગુજરાત સરકારનો નિર્ણય
  • પાલીતાણાના પવિત્ર શેત્રુંજય જળાશયમાં માછીમારી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ
તા. ૧૩-૦૮-૨૦૨૬ના રોજ ગુજરાત સરકારના ગદઢનીશ મત્સ્યોધોગ નિયામક, ભાવનગર દ્વારા શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનની અરજી પર પગલાં લેતા, પાલીતાણાુરલ પોલીસને સમગ્ર શત્રુજય નદી-જળાશયમાં માછીમારી પર તારીખ ૨૦.૧.૧૯૯૮ થી સંપૂર્ણ પ્રતિબંધ છે એવી સૂચના પાલીતાણાુરલ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે. સાથે સાથે જો સરકારી જાહેરનામાનો ભંગ કરવામાં આવે તો કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે એવી સૂચના પોલીસ તંત્રને આપવામાં આવી છે મહા પવિત્ર શત્રુજય નદી કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે અને તેનો વહીવટ સિંઘાઈ વિભાગ હસ્તક છે. તે નદી પવિત્ર અને કરોડો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર હોવાથી ત્યાં માછીમારીનો ઈજારો આપવામાં આવતો નથી આ વિષયમાં શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના પ્રતિનિધિ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, અમે ગુજરાત સરકાર અને તેના મત્સ્યોધોગ મંત્રાલયના હૃદયથી આભારી છીએ.
 
તેમની સૂચનાથી પવિત્ર નદીની પવિત્રતા વધુ વધશે. સાથે સાથે પાલીતાણા પોલીસને પણ વિનંતી કરીએ છીએ કે આ વિષયમાં ત્વરિત કાર્યવાહી કરીને નજીકના દિવસોમાં લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર એવી શેત્રુંજય નદીની પવિત્રતા પૂર્ણ રીતે સ્થાપિત થાય અને શત્રુંજય મહીનામાં માછીમારી સંપૂર્ણ બંધ થાય એવી આશા પાલીતાણા સુરત પોલીસ સમક્ષ આ પ્રતિબંધની અમલ બજવણી અંગે રજૂઆત કરતા તેઓએ આ વિષયમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી.