મચ્છરો સામે હવે ડ્રોનનો 'વાર'; રામનાથ મહાદેવ મંદિરથી મેયરે કરાવ્યો શુભારંભ
- રાજકોટ રોગચાળાને નિયંત્રણમાં રાખવા RMCનો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શરૂ
- જ્યાં જરૂરી જણાશે ત્યાં ડ્રોનથી દવાઈ છંટકાવ કરવામાં આવશે
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહિતના વાહકજન્ય રોગોના અસરકારક નિયંત્રણ માટે મચ્છર તથા મચ્છરના પોરાના નિયંત્રણની કામગીરીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છર ઉત્પત્તિ સ્થાનોના સર્વે/મેપિંગ તથા લાર્વીસાઇડ દવા છંટકાવની કામગીરીનો શુભારંભ આજે રામનાથ મહાદેવ મંદિર ખાતેથી કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કાર્યક્રમનો શુભારંભ મેયર ડૉ.નેહલ શુક્લના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડેપ્યુટી મેયર દર્શાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ.હરિભાઈ જીમાણીયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, આરોગ્ય સમિતિ ચેરમેન ડૉ.રૌકિલભાઈ મેઘાણી, આરોગ્ય સમિતિના સભ્ય ડૉ.શીતલભાઈ વસાણી, જયેશભાઈ આડેસરા, વોર્ડ નં.૯ના કોર્પોરેટર ખ્યાતિબેન ગોહેલ અને કોર્પોરેટર વર્ષાબેન પાંધી તથા નાયબ કમિશનર ચેતનભાઈ નંદાણી, આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વકાણી, બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડ્રોન ટેકનોલોજી દ્વારા શહેરમાં સંભવિત મચ્છર ઉત્પત્તિ કેન્દ્રોની ઓળખ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્લેટફોર્મ દ્વારા મેપિંગ કરવામાં આવશે. ઓળખાયેલ સંભવિત બિલ્ડિંગ સોરોને જીઓટેગિંગ સાથે ઓનલાઇન પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવશે, જેના આધારે સંબંધિત વિસ્તારના મટી પર્યાપ્ત હેથ વર્કર તથા આરોગ્ય અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર તપાસ કરવામાં આવી છે.
મ્યુ. કમિશનર મોડા આવ્યા તો મેયરે કાર્યક્રમ શરૂ કરી દીધો
રામનાથપરા મંદિરના પ્રાંગણમાં પ્રારંભ થયેલી નવીનતમ પહેલના કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર સુમેરા મોડા પહોંચ્યા ત્યા મેયર ડૉ. શુક્લે તેમનો રાહ જોયાને બદલે કાર્યક્રમની શરૂઆત કરી દીધી હતી. જે ઉપસ્થિત સૌ કોઈમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
કરી જરૂરી સોર્સ રિડક્શનની કામગીરી કરવામાં આવશે.
આ ઉપરાંત, જ્યાં જરૂરી જણાશે ત્યાં ડ્રોનની મદદથી લાર્વીસાઇડ દવાઓ છંટકાવ કરવામાં આવશે. ખાસ કરીને ઊંચી ઇમારતોની અગાશીઓ, મોટા જળાશયો, બાંધકામ સાઇટો, ખુલ્લા પ્લોટો, ખુલ્લી ડ્રેનેજ તથા માનવબળ દ્વારા પહોંચવું મુશ્કેલ હોય તેવા વિસ્તારોમાં આ ટેકનોલોજી ઉપયોગી સાબિત થશે.કાર્યક્રમ દરમિયાન ડ્રોન દ્વારા લાર્વીસાઇડ દવાના છંટકાવનું પ્રત્યક્ષ જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત પદાધિકારીઓ તથા અધિકારીઓને ડ્રોનની કામગીરી, મચ્છર ઉત્પત્તિ સ્થાનોની ઓળખ તથા દવા છંટકાવની પદ્ધતિ અંગે માહિતી આપવામાં આવી હતી.
આ કામગીરી માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના અંદાજે ૧૬ર યોરસ કિલોમીટર વિસ્તારનું એ. આઈ.આધારિત મેપિંગ કરી સંભવિત મચ્છર ઉત્પત્તિ કેન્દ્રોની ઓળખ કરવામાં આવશે તથા ત્યારબાદ અંદાજે ૫૦૦ કલાક સુધી ડ્રોન દ્વારા લાર્વીસાઇડ દવાઓ છંટકાવ કરવામાં આવનાર છે.
આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ મચ્છર ઉત્પત્તિ કેન્દ્રોની વહેલી ઓળખ, સમયસર સોર્સ રિડક્શન તથા જરૂરિયાત મુજબ લાર્વીસાઇડ ટ્રીટમેન્ટ દ્વારા મચ્છરજન્ય રોગોના ફેલાવા પર અસરકારક નિયંત્રણ મેળવવાનો છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પરંપરાગત મચ્છર નિયંત્રણ પદ્ધતિઓ સાથે આધુનિક ડ્રોન તથા એઆઈ ટેકનોલોજીનો સમન્વય કરી સ્વસ્થ અને રોગમુક્ત રાજકોટ બનાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધવામાં આવી છે.